________________ છો સર્ગ. ( 117) એવા દેવતાઈ ભેગોને હર્ષથી ભગવો. તમારું મન પ્રસન્ન થાય તેટલા માટે તમારૂં દાસપણું હું કરીશ, તમારી પાસે હમેશાં દિવ્ય નૃત્ય કરીશ અને સંગીત ગાઈશ.” આ પ્રમાણે વિવિધ પ્રકારના કામને જાગૃત કરનારા વચનના સમૂહવડે તેણીએ કુમારને ચલાયમાન કરવા માંડ્યો, પરંતુ તેને ધ્યાનથી ચલાયમાન કરી શકી નહીં. ત્યારે તે વિસ્મય પામી પોતાના આકારને સંવરીને બોલી કે - “હું તારા સત્વથી અત્યંત પ્રસન્ન થઈ છું, હવે તને ઉપસર્ગ નહીં કરું, પરંતુ તું મને કહે કે તું કયા મંત્રાદિકનું ધ્યાન કરે છે કે જેથી હું તને ઉપદ્રવ કરવા સમર્થ થઈ શકતી નથી? અને એ કર્યો તારો ધર્મ છે કે જેથી તું મને ઉપકારીને પણ પૂજતો નથી ?" આ પ્રમાણે દેવીનું વચન સાંભળી કાયોત્સર્ગને પારી કુમાર બેલ્યો કે –“હું જગતપૂજ્ય પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરૂં છું. તેમના ધ્યાનથી અવશ્ય તત્કાળ આધ્યાત્મિક, આધિદૈહિક અને આધિદૈવિક એ ત્રણે પ્રકારનું દુઃખ નાશ પામે છે. તથા જગતનું હિત કરનાર અરિહંતે કહેલ દયામૂળ મારો ધર્મ છે. તે ધર્મમાં રહેલા સમક્તિધારી મનુષ્ય મિથ્યાદષ્ટિની પૂજાદિક કરતા નથી. હે ભદ્ર! જે તું તારા આત્માનું હિત ઈચ્છતી હોય તે તું હિંસાનું કર્મ ન કરાવ. કારણ કે હિંસાથી દેવતાઓ પણ અનુકમે નરકને પામે છે.” પછી તેણીના પૂછવાથી કુમારે તેણુને દયા અને હિંસાના ફળનું સ્પષ્ટ વિવેચન કરી શ્રીઅરિહંતને શુદ્ધ ધર્મ કહી બતાવ્યું, તે સાંભળી દેવીએ પ્રતિબંધ પામીને સમક્તિ અંગીકાર કર્યું હિસાથી વિરામ પામી અને કુમારના કહેવાથી પ્રથમ કરેલી હિંસાથી ઉત્પન્ન થયેલા પાપને દૂર કરવા માટે અરિહંતની પૂજાદિક અને સંઘને વિષે ધર્મનું સાહાચ્ચ વિગેરે કરવાનું અંગીકાર કરી શુભ ભાવવડે જૈન ધર્મમાં જ એક બુદ્ધિવાળી થઈ. પછી દેવીએ ગુરૂભક્તિથી તેને એક દિવ્ય ઔષધિ આપી. કે જે ઔષધિ પિતાના કે બીજાના મસ્તકપર રાખવાથી તેનું ઈચ્છિત રૂપ થઈ જાય છે. તદુપ 1 આત્માની અસમાધિ. 2 જીવરાદિક શરીરના વ્યાધિ. 3 દેવાદિકના કરેલા ઉપસો .. . . . . . . ; ; ; કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust