________________ (11) જયાનંદ કેવળી ચરિત્ર. કુમાર ઉપર એક સિંહ મૂકે. એટલે ઘેર ગર્જના કરતો અને પંછડા પછાડવાથી પૃથ્વીને કંપાવતો તે સિંહ નખરૂપી આયુધવડે હણીને તેનું ભક્ષણ કરવા તૈયાર થયાં, પરંતુ જિનધ્યાનના પ્રભાવથી તેની દાઢાઓ ખરી પડી અને તીર્ણ ન ભાંગી ગયા. તેથી તે તત્કાળ પાછો હંડ્યો. ત્યારે દેવીએ ગર્વથી કુંફાડાવડે આકાશને ભરી દેતા, વર્ષાઋતુના નવા મેઘની જેવા સ્પામ શરીરને ધારણ કરતા, મસ્તકપરના મણિએવડે દેદીપ્યમાન અને યમરાજના ભુજદંડ જેવા ભયંકર સેંકડે સર્પો મૂક્યા. તેઓએ અત્યંત ફણાનો આટેપ કરી કોપથી તત્કાળ તે કુમારને વીંટી લીધે. પછી તીણ દાંતવડે તેઓએ તેને ડંખ માર્યો, પોતાના શરીરવડે તેના શરીરને વીંટી વીંટીને (ભરડે દઈને) પીડા કરવા લાગ્યા અને ગદાની જેવી મોટી ફણાઓ વડે તેને પ્રહાર કરવા લાગ્યા. પરંતુ તેમ કરતાં તેમના દાંત પડી ગયા, ફણાઓ પરથી મણિઓ ખરી પડ્યા અને શરીરનાં સર્વ હાડકાં ભાંગી ગયા એટલે તેઓ તેમને કાંઈ પણ પરાભવ કરી શક્યા નહીં. આ રીતે સર્પો નષ્ટ થયા ત્યારે દેવી વિસ્મય પામીને વિચારવા લાગી કે “આના ધ્યાનના પ્રભાવથી જ હું તેને કાંઇ પણ હાની કરવા સમર્થ થઈ શકતી નથી. તેથી હવે અનુકુળ ઉપસર્ગ કરીને તેના સ્થાનને ભંગ કરૂં, એમ કરવાથી જ હું તેને હાની કરવા સમર્થ થઈશ.” આમ વિચારી તેણીએ દિવ્ય (મનેહર) રૂપ ધારણ કર્યું, શરીરપર રહેલા અલંકારોના તેજવડે અંધકારનું હરણ કરનારી, કમળ સરખા નેત્રવાળી, કામદેવને ક્રીડા કરવાના વન જેવી, ચંદ્ર સમાન મુખવાળી, સર્વ અંગે સુંદર, લીલાયુક્ત ગતિવાળી અને મનહર ઝાંઝરના શબ્દવાળી તે દેવી કુમાર પાસે આવીને મધુર સ્વરે બોલી કે–“હે સ્વામી ! મારો સર્વ અપરાધ ક્ષમા કરો. સૈભાગ્યવાળા અને સાત્વિક એવા તમને પતિ કરવાને ઇચ્છતી અને કામથી વિલ્બળ થયેલી એવી મેં તમારૂં સિભાગ્યા. જેમાં તમારા સત્વની આ રીતે પરીક્ષા કરી છે. તેથી તમારાપર સ્નેહવાળી, મુગ્ધ અને તમને જ અનુસરનારી એવી મને પ્રિયારૂપે અંગીકાર કરી મનુષ્ય ભવને વિષે પણ અત્યંત દુર્લભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust