________________ ( 118 ) જયાનંદ કેવળી ચરિત્ર. સંત દેવીએ તેને અલંકાર અને વસ્ત્ર આપી પુષ્પ, સેનામહોર અને મણિની વૃષ્ટિ કરી, દેવ દુંદુભિનો નાદ કર્યો અને તેને પ્રણામ કરીને અદશ્ય થઈ. તે પછી ત્યાંથી રાજા પાસે જઈ દેવીએ કહ્યું કે–“હે રાજા ! તું સુતો છે કે જાગે છે?” તેણે જવાબ આપ્યો કે “જમાઈના ઘરમાં ધુમાડો વિગેરે જેવાથી હું શી રીતે સુઈ શકું?” દેવી બેલી તેને પ્રતિકૂળ અને અનુકૂળ ઘણું ઉપસર્ગો ર્યા તો પણ તે ઉત્તમ અને સાત્વિક મનુષ્ય જરા પણ સેંભ પામ્યો નહીં. ઉલટ તેણે મને ધર્મ પમાડ્યો. હે રાજા ! તેની પાસેથી તું પણ જીવદયાના મૂળરૂ૫ શ્રી અરિહંતને ધર્મ અંગીકાર કરજે.” એમ કહી દેવી અદશ્ય થઈ. * કે પછી પ્રાત:કાળ થતાં રાત્રિનું વૃત્તાંત જાણવાને આતુર થયેલા રાજા વિગેરે સર્વ હર્ષ પામી દુંદુભિના નાદ સહિત કુમારને ઘેર આવ્યા. ત્યાં દિવ્ય અલંકાર તથા વસૂવાળા કુમારને તથા રતાદિકના સમૂહને જે તે સર્વે અત્યંત આશ્ચર્ય અને આનંદ પામ્યા કુમારે પણ ઉભા થઈ ગ્ય વિનય કરી રાજાના પૂછવાથી રાત્રિએ બનેલે સર્વ વૃત્તાંત યથાર્થ પણે કહી બતાવ્યો. તે સાંભળી હૃદયમાં અત્યંત આશ્ચર્ય પામેલા રાજા વિગેરે સર્વે કુમારના સત્ત્વની અને જિન ધર્મના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. પછી તે રાજાદિક કુમારના વચનથી જૈનધર્મ અંગીકાર કરવાને આતુર થયા, તેટલામાં ઉદ્યાનપાલકે આવી રાજાને વિજ્ઞપ્તિ કરી કે “હે દેવ ! તમારા ઉદ્યાનમાં જાણે મૂર્તિમાન ધર્મ જ હોય એવા ધર્મયશા નામના જ્ઞાની ગુરૂ ઘણું પરિવાર સહિત પધાર્યા છે.” તે સાંભળી કુમારના કહેવાથી રાજાદિક સર્વેએ હર્ષથી ત્યાં જઈ ગુરૂને વાંદી તેમના મુખથી ધમે સાંભળ્યું. પછી સવિસ્તર ધર્મને જાણી તેના. પ્રભાવને વિચારી તે સર્વે સમકિત તથા દેશવિરતિ વિગેરે ધર્મને અંગીકાર કરી પિતાપિતાને સ્થાનકે ગયા. આ પ્રમાણે કુમારનું વૃત્તાંત જાણીને તેમજ જેઈને રાજા, રાજપુત્ર, ક્ષત્રિય અને પુરજનો સર્વે મિથ્યાત્વને ત્યાગ કરી જિનધર્મમાં તત્પર થયા. - - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust