________________ (17). જયાનંદ કેવળ ચરિત્ર જવાબ આપે કે--“ તમે જેને બાળે છે, તેને હું નાનો ભાઈ છું. તેને મુક્ત કરીને તમે નિર્ભય થઈ ખુશીથી ચાલ્યા જાઓ. તમે કાંઇ મારા શત્રુ નથી તેથી તમને હણવાનું મારે શું પ્રયોજન છે?” ત્યારે ચંડસેન બોલ્યો કે- “તારા ભાઈને તું ગ્રહણ કર. યુદ્ધના સંરંભને મૂકી દે, અને આપણું બન્નેની ચિરકાળ પ્રીતિ થાઓ.” તે સાંભળી બહુ સારૂં” કહી મહા પરાક્રમી શ્રી જયકુમારે રણસંગ્રામ તજી દીધે, એટલે તેના ગુણથી ચિત્તમાં આશ્ચર્ય પામેલા પલ્લી પતિએ પણ સિંહને મુક્ત કર્યો. ત્યારપછી પલ્લીપતિ પોતાના કાર્યને માટે તે બન્ને ભાઈઓને વિનયથી ઘણું પ્રાર્થના કરી મનુષ્યએ કરીને ગામના આકારને ધારણ કરતી પોતાની પલ્લીમાં લઈ ગયો. ત્યાં પલ્લીપતિના આગ્રહથી તે બન્ને ભાઈઓ સુખેથી રહ્યા, અને તે પલીપતિ શ્રી જયકુમાર પાસે ધનુર્વિદ્યા શીખવા લાગ્યું. સિંહકુમાર તે ભિલપતિની સાથે શીકાર, ચેરી અને ધાડ વિગેરે કાર્યમાં જવા લાગ્યું અને નીચ કર્મ કરવા લાગ્યો. જયકુમાર એક વખત પણ તેની સાથે ગયા નહીં. આ સમયે સહસ્ત્રકૂટ નામના પર્વત પર મહાસેન નામને પલીપતિ હતું. તેની સાથે આ ચંડસેનને અત્યંત વૈર હતું. તેથી એકદા તે ચંડસેન સિંહકુમાર સહિત તેની સાથે યુદ્ધ કરવા ચાલ્યા. તે વખતે તેણે શ્રી જયકુમારને કહ્યું કે—“હે વીર! તું પણ ચાલ અને મને યુદ્ધમાં સહાયભૂત થા. તે ઉત્તમ પુરૂષ! મારા કાર્યની સિદ્ધિને માટે મેં તને આ પલ્લીમાં રાખેલ છે. તે સાંભળી પ્રાર્થનાનો ભંગ કરવામાં ભીરૂ એવા શ્રીજયકુમારે તેનું વચન અંગીકાર કર્યું. ત્યારપછી ચંડસેન સર્વ સૈન્ય સહિત સહસ્ત્રકૂટ નામના પર્વતને રણશીંગડાના નાદ વડે પૂર્ણ કરતો યુદ્ધ કરવા ચાલ્યા. ચંડસેનને યુદ્ધ કરવા આવેલ જાણી પોતાના આત્માને સુભટ માનનાર અને અત્યંત ક્રોધ સહિત બુદ્ધિવાળો મહાસેન તત્કાળ ભિલ્લની સેના સહિત ૫૯લીમાંથી બહાર નીકળે. ચિત્તા, વાઘ, હાથી અને મૃગ * વિગેરે પશુના ચર્મને પહેરનારા, વિવિધ પ્રકારની લતા અને મોર પીંછને મસ્તક પર ધારણ કરનારા, કાહલાના નાદવડે એકઠા થયેલા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust