________________ (12) જયાનંદ કેવળા ચરિત્ર તે બન્ને વીરેએ ચિરકાળ સુધી ભયંકર યુદ્ધ કર્યું. તે સાથે અને પક્ષમાં રહેલા બીજા વીરેએ પણ ઘોર યુદ્ધ કર્યું. પછી મહા બળવાન મહાસેને ચંડસેનને તેના ધનુષનો છેદ કરી તથા બખ્તરને ભેદી બાવડે વ્યાકુળ કર્યો. મહાસેનના સૈનિકે એ બાણ, કુંત, ખ વિગેરે શસ્ત્રોના સમૂહવડે ભયંકર સંગ્રામ કરી તેની સેનાને ભાંગી નાંખી. પછી ચંડસેને ધૈર્યથી બીજુ ધનુષ લઈ સાધુ જેમ પાપને છેદે તેમ બાણો વડે મહાસેનનું ધનુષ છેદી નાંખ્યું. ત્યારે મહાસેને એક મોટી શિલા ઉપાડી તેના મસ્તક પર મારી, તેના ઘાતની વ્યથાથી ચંડસેન મૃચ્છ ખાઈ પૃથ્વી પર પડ્યો. એટલે હર્ષથી ગર્વિષ્ઠ થયેલો મહાસેન તેને બાંધવા માટે આવ્યા. તે જોઈ તત્કાળ શ્રીજયકુમારે ત્યાં આવી તેને યુદ્ધ કરવા બોલાવ્યું. ત્યારે તેજથી શોભતો મહાસન પણ ઈર્ષ્યાથી ધનુષનો ટંકાર કરી તેની સાથે યુદ્ધ કરવા ક્રોધથી દોડ્યો. તે વખતે શ્રી જયકુમારે તેને કહ્યું કે –“હું નિરપરાધીને મારતો નથી, તેમાં પણ ભિલ્લને વિશેષ કરીને મારતા નથી, કારણ કે તેને મારવાથી મારા ક્ષત્રિય કુળને કલંક લાગે છે. તે મારા ભાઈને બાંધવાથી અપરાધ કર્યો છે, તે પણ મેં કેટલાક વખત સુધી તારી ઉપેક્ષા કરી છે, હજુપણ જો તું મારૂં કથન કરીશ તો હું તને હણશ નહીં. તે વચન એ છે કે આ ચંડસેન સાથે સંધિ કર, મારા મોટા ભાઈને છોડી મૂક, અને નિઃશંક મનવાળો થઈને ચિરકાળ સુધી તારી પલ્લીનું રાજ્ય ભગવ.” તે સાંભળી માની મહાસેન બેલ્યો કે–“ક્ષત્રિયપણું તે યુદ્ધમાં જણાશે. મૃગની સાથે સિંહને સંધિ છે? અને સિંહપાસેથી મૃગને કેણ છોડાવનાર છે? આવા વચનવડે હું યુદ્ધથી ઉદ્વેગ પામું તેમ નથી. તેથી હે વીર ! યુદ્ધ કર. વાણીથી શું કામ છે? સપુરૂષ ફળવડેજ પિતાના ગુણો બતાવે છે, વાણવડે બતાવતા નથી.” પલ્લી પતિના આવા વચનો સાંભળી પાદના આક્રમણવડે સર્પની જેમ, કુંકવાથી અગ્નિની જેમ અને હલકે નામે બોલાવવાથી સિંહની જેમ શ્રી જયાનંદ કુમાર ક્રોધથી અત્યંત દેદીપ્યમાન થયા. ત્યારપછી મોટા ઉત્સાહવાળા, મહા બળવાન, મેટા માનવાળા અને મેટા શસ્ત્રવાળા તે બને સુભટો સ્પર્ધવડે ઉત્કટ યુદ્ધ કરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust