________________ - છઠ્ઠો સર્ગ. (107) કપિલ કહે છે કે પ્રાણુ ઉપર દયા કરવી, નીતિશાસ્ત્રને રચનાર બૃહસ્પતિ કહે છે કે કેઈનો વિશ્વાસ ન કરવો અને કામશાસ્ત્રને રચ. નાર પંચાલ કહે છે કે સ્ત્રીઓ ઉપર કમળતા રાખવી. (આ ચારે શાસ્ત્રોને સાર આ લેકમાં બતાવ્યો છે.) - ભજન માત્ર દેવાથી પણ કૂતરાઓ પિતાના સ્વામી ઉપર સ્નેહ રાખે છે, પરંતુ આ સિંહને જીવિતદાન આપ્યા છતાં તેણે મારા પર આવી વર્તણુક ચલાવી. અથવા તો મારા પિતાનાં જ પૂર્વે કરેલાં કર્મને આ દોષ છે. કેમકે નહીં કરેલું કર્મ કઈ ભેગવતું નથી, કરેલું જ કર્મ ભેગવાય છે. પ્રાણુઓએ કરેલું શુભાશુભ કર્મજ પિતાનું ફળ આપવા માટે પ્રાણુઓને તેવા પ્રકારની ક્ષેત્ર, કાળ અને સહાય વિગેરે સામગ્રી મેળવી આપે છે. હે જીવ! ક્ષેત્ર કાળાદિક સામગ્રીવડે પકવ થયેલા શુભાશુભ કર્મને જાણું તું એક ક્ષણ માત્ર પણ ક્રોધ કરીશ નહીં. કહ્યું છે કે - " पुनरपि सहनीयो दुःखपाकस्तवायं, न खलु भवति नाशः कर्मणां संचितानाम् / इति सह गणयित्वा यद्यदायाति सम्यक् , सदसदिति विवेकोऽन्यत्र भूयः कुतस्ते // " “હે આત્મા ! તારે આ દુઃખને વિપાક ફરી પણ સહન કરવાનું છે, કેમકે સંચય કરેલા કર્મોને વિનાશ થતો નથી. એમ ધારીને જે જે સુખ દુ:ખ પ્રાપ્ત થાય તેને તું સમ્યક્ પ્રકારે સહન કરી ફરીથી બીજા ભવમાં સત્ અને વિવેક તને કયાંથી પ્રાપ્ત થશે ?" તેથી કરીને આપત્તિને વિષે પણ મારે ધીરજ ધારણ કરવી ગ્ય છે. તેજ સત્પરૂષનું ચિન્હ છે. વાયુવડે વૃક્ષો કંપે છે પરંતુ પર્વત જરાપણ કંપતા નથી. હવે અગ્નિવડે તૃણના સમૂહની જેમ ધર્મ વડે કર્મ ક્ષય કરવા લાયક છે, અને તે ધર્મ સદ્ધયાનવડે જ સાધી શકાય છે, તેથી તે સદ્ધયાનને જ હું હૃદયમાં ધારણ કરૂં. મારી પાસે મનવાંછિત આપનારું નિશ્ચળ સમકિત છે, તે જ આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust