________________ છે સગ.. (16) દિવ્ય નેત્રવાળે થયો અને તેણે પિતાની પાસે કાંતિવડે દેદીપ્યમાન દેવીને જોઈ. “મણિ, મંત્ર અને ઔષધિનો મહિમા વચનથી કહી શકાય તે હેત નથી.” - ત્યારપછી દેવીએ શ્રીજયને પૂછયું કે–“જેનું રક્ષણ કરવા માટે તું નિરંતર આ પ્રમાણે કલેશ પામે છે, તે સમક્તિનું સ્વરૂપ શું છે? તે કહે.” ત્યારે શ્રી હર્ષથી બે કે–“સમકિતનું સ્વરૂપ ત્રણ તત્ત્વની શ્રદ્ધા કરવી તે છે. અને તે તત્ત્વ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ છે.” પછી તે ત્રણ તત્વનું સ્વરૂપ કહેવાપૂર્વક શ્રાવક ધર્મ તેણે વિસ્તાર સહિત કહ્યો. તે શ્રાવક ધર્મ સાંભળી શુભ સંસ્કાર જાગૃત થવાથી અવધિજ્ઞાનવડે પૂર્વભવનું સ્વરૂપ જાણું તે દેવી બોલી કે–પૂર્વભવમાં હું સમકિતવ્રતધારી શ્રાવિકા હતી. તે ભવમાં મારે પુત્ર માંદે થયે, ત્યારે એકદા મેં એકલિંગી (પરિવ્રાજક) ને તેને ઉપાય પૂછયે, તે પરિવ્રાજકે તેને ભૂતાદિકને દોષ કહ્યું, તે દોષ દૂર કરવા માટે મેં તેની પ્રાર્થના કરી. ત્યારે તેણે મંત્ર અને ચૂર્ણાદિકના ઉપાયથી તેને સાજો કર્યો. ત્યારપછી પ્રસન્ન થઈને હું તે પરિવ્રાજકને હમેશાં ઈચ્છિત ભિક્ષા આપવા લાગી. તે પણ જ્યારે મારે ઘેર આવે ત્યારે તેનો ધર્મ કહેવા લાગ્યું. એટલે તેને શાચમય ધર્મ અને જેનનો મલિન ધર્મ તેમાં કયો ધર્મ સત્ય હશે?” એમ કઈ વખત અભાગ્યને યોગે મેં સંદેહ કર્યો. આ પ્રમાણે શંકા વિગેરે અતિચારોવડે ચિરકાળ સુધી મેં સમકિતની વિરાધના કરી અને ગુરૂ પાસે તેની આલોચના કર્યા વિના મરણ પામીને હું આ પર્વતની સ્વામિની, મોટી દ્ધિવાળી, ઘણું દેવીઓના પરિવારવાળી,મિથ્યાષ્ટિઓમાં અગ્રેસર અને કૂર કર્મ કરનારી ગિરિમાલિની નામની દેવી થઈ. હમણાં તારા વચનથી મને તત્કાળ પૂર્વોક્ત અજ્ઞાનની નિવૃત્તિ થવાથી મતિ, શ્રત અને અવધિજ્ઞાનની સ્મૃતિ પ્રાપ્ત થઈ છે. તેથી સમ્યક્ પ્રકારે મારા પૂર્વભવનું વૃત્તાંત જાણું તેને નિવેદન કરી તારી શિક્ષાથી કૃતાર્થ થયેલા મારા આત્માને હું તારે આધીન કરું છું. ગુરૂરૂપ તારી પાસે તારી સાક્ષીએ હું આજે સમક્તિ પામી છું. અર્થાત્ પ્રતિબોધ પામીને સમકિત અંગીકાર. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust