________________ (108) જયાનંદ કેવળી ચરિત્ર. ત્તિરૂપી જ્વરને નાશ કરવામાં રસાયન સમાન છે અને તેજ હમણાં મારું રક્ષણ કરનાર છે. તેથી કર્મરૂપી શત્રુને જય કરવામાં સેના જેવી આ વ્યથા મારે સમગ્ર ભાવે સહન કરવાની જ છે.” આમ વિચારીને તેણે સત્વથી કાર્યોત્સર્ગ ગ્રહણ કર્યો. એકાગ્ર મનવાળા તેણે પરમેષ્ઠિ મહામંત્રનું ધ્યાન કરતાં શત્રુ અને મિત્રને વિષે સમતા ધારણ કરી. કેમકે પંડિતે સમયને જાણનારાજ હોય છે. તેના સમકિત અને સદ્ધયાનના પ્રભાવથી ગિરિમાલિની દેવીનું આસન કયું, તેથી તત્કાળ ત્યાં આવીને તે બોલી કે “હે ભદ્ર! તું સપુરૂષ હોવાથી તારી આ દુરવસ્થા હરવા માટે હું તારી પાસે આવી છું, પરંતુ મારી પૂજા તારે કરવી જોઈએ એમ ઈચ્છું છું. માત્ર એક શ્વાનને ભોગ આપવા વડે જ તું મારી પૂજા અંગીકાર કર, કે જેથી તારાં ને હું સજ કરૂં.” ત્યારે કાર્યોત્સર્ગ પૂર્ણ કરી શ્રી જય બોલ્યો કે–“મારાં નેત્રની જેમ પ્રાણે પણ ભલે જાઓ, પરંતુ હું કદાપિ પ્રાણીની તે હિંસા કરીશ નહીં.” ત્યારે દેવીએ અનુક્રમે બલિદાન, ભજન અને છેવટ પ્રણામ માત્રની જ માગણી કરી, ત્યારે તેણે કહ્યું કે–“તું મિદષ્ટિ છે તેથી સમકિતની મલિનતાથી ભય પામતો હું તને તેમાંનું કાંઈ પણ કરીશ નહિં.” આ પ્રમાણે શ્રીજયે કહ્યું, ત્યારે તે ક્રોધાવિષ્ટ થઈને બોલી કે –“હે અતિ દુબુદ્ધિવાળા ! જે તું મને પ્રણામ માત્ર પણ નથી કરતો, તો હે દુષ્ટ આશયવાળા ! મારી અવજ્ઞા કરવાનું ફળ તું જે.” એમ કહી તે દેવી અત્યંત સૂસવાટ કરતા વાયુ વિકુઓં કે જેનાથી પડતી પર્વતની શિલાઓના ઘેર શબ્દવડે દેવતાઓ પણ ભય પામવા લાગ્યા. તે વાયુએ તેને ઉપાડી આકાશમાં જમાડ્યો, તેથી તે મહા વ્યથા પાયે, તોપણ તેનું હૃદય ક્ષેભ પામ્યું નહીં. ત્યારે તેને પડતાને દેવીએ હસ્તસંપુટમાં ઝીલી લીધે. પછી તેણીએ કહ્યું કે –“હે મહા ભાગ્યવાન ! તારા સત્વથી હું તુષ્ટમાન થઈ છું, તું આ ઔષધિ ગ્રહણ કર, અને તેના રસથી તારાં નેત્ર સજજ કર, ત્યારે મનમાં હર્ષ પામેલા શ્રીજયે તત્કાળ તેની આપેલી ઔષધિ લઈ પાણીમાં ઘસી પોતાના બંને નેત્રોમાં નાંખી એટલે તરતજ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust