________________ (16) જયાનંદ કેવળી ચરિત્ર. જપ કરવા લાગ્યા અને શ્રીજય અને ઉંચું રાખી ઉત્તરસાધકપણે ઉભું રહ્યું. તે સાત્વિક નિઃશંકપણે દેવાલયમાં ચોતરફ ફરતો હતો, ભૂતપ્રેતાદિકને ત્રાસ પમાડતો હતે અને ઉપસર્ગોને નિવાર હતો. આ રીતે મધ્યરાત્રિ વ્યતીત થઈ ત્યારે ધ્યાનનો ત્યાગ કરી સિંહે તેને કહ્યું કે –“તારા પ્રભાવથી મારે મંત્ર બે પહોરમાં જ સિદ્ધ થયા. પણ તું થાકેલે છે તે હવે નિ:શંકપણે સુઈ જા. હું તારું રક્ષણ કરીશ. મારે મંત્ર સંબંધી જાગરણ કરવાનું છે. કારણ કે આ મંત્રમાં એવો વિધિ છે.” તે સાંભળી તેના આશયને નહીં જાણતો શ્રીજય સરળતાથી પિતાની જેવો જ તેને પ્રેમ ધારી સુઈ ગયો અને તત્કાળ નિદ્રાવશ થયે. પછી “આ અવસર મળ્યો છે” એમ માનતા કુર સિંહ છળ કરીને શીધ્રપણે શસ્ત્રવડે તેનાં નેત્રો ઉખેડી નાંખ્યાં. અને બોલ્યો કે –“હે દુષ્ટ ! મારા પક્ષની અને રાજ્યની તું નિંદા કરે છે, તથા ગર્વવડે ઉદ્ધત થયેલ તું હારી ગયા છતાં નેત્રે આપતો નથી, તેથી મેં તે બળાત્કારે ગ્રહણ કર્યા છે. હે અન્ય ! હવે તું ધર્મનું ફળ ભોગવ. અથવા ધર્મથીજ મૃત્યુ પામ.” એમ કહીને જાણે દુર્ગતિના પ્રયાણનું પ્રસ્થાન કરતો હોય તેમ તે સિંહ પલ્લીમાં ચાલ્યો ગયો. જયકુમારે પુર્વે મંત્રીના ભાવમાં “શું તારાં નેત્રો નષ્ટ થયાં છે?” એમ ક્રોધથી કહીને સાધુ ઉપર આક્રોશ કરી અજ્ઞાનતાને લીધે જે પાપકર્મ ઉપાર્જન કર્યું હતું, તે કર્મ તે જ વખતે નિંદા, ગહો અને આલોચનાદિકવડે ઘણુંખરૂં તેણે ખપાવ્યું હતું, તે પણ તેનો જે કાંઈક લેશ બાકી રહ્યો હતો, તેણે ઉદય આવીને આ વખત તેનું ફળ આપ્યું. નેત્ર સંબંધી તીવ્ર વ્યથાથી વ્યાકુળ થયેલા શ્રી જયકુમારે વિચાર્યું કે “મને ધિક્કાર છે કે નીતિ શાસ્ત્ર જાણતા છતાં મેં આ ખળને વિશ્વાસ કર્યો. કહ્યું છે કે - ની મગનભાઇ, પિત્તા પ્રાનિાં રયા પતિરવિશ્વાસ, આતઃ સ્ત્રીપુ માર્વવ " આ “વૈદ્યક શાસ્ત્રને રચનાર આત્રેય કહે છે કે ખાધેલું અન્ન જીર્ણ થયા પછી (પચી ગયા પછી) ભજન કરવું, ધર્મશાસ્ત્રનો રચનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust