________________ . . . સર્ગ. - ( 9 ) આવતા ગામમાં મારી શક્તિની પરીક્ષા કરવા જાઉં છું. અને તે ભાઈ ! તું કાંઈક વિલંબ કરીને જમવા માટે ત્યાં આવજે. જે કદાચ મારાથી ભેજન સિદ્ધ ન થાય તે પછી તું સિદ્ધ કરજે; અને જે મારાથી આજે જન સિદ્ધ થાય તે તુ કાલે તારી શક્તિ બતાવજે.” એમ કહી શ્રી જયકુમારને પાછળ મૂકી સિંહકુમાર ઉતાવળે આગલ ચાલ્ય. આ રીતે સિંહકુમાર આગળ ચાલતાં ભ્રાંતિથી પાપી જીવ નરકમાં પડે તેમ તે એક મોટા અરણ્યમાં પડ્યો, અને ત્યાં પરમાધામી જેવા ભિલ્લોએ અલંકારના લોભથી તેને બાંધી લીધું. અહીં શતફૂટ નામના પર્વતનો સ્વામી ચંડસેન નામને પલ્લીપતિ રહેતા હતા. તે લુંટ કરવા માટે નંદિશાલ નગર તરફ જવા નીકળ્યા હતા. ભિલેએ સિંહકુમારને તે પલ્લી પતિને સોંપે. કારણ કે તેઓ તેના જ સૈન્યના અગ્રેસર હતા. આ વૃત્તાંત વનમાં થતા કેલાહલથી અનુમાન વડે જયકુમારે જાણી લીધો. પછી સિંહ ઉપરના સ્નેહને લીધે તેમજ દયાળુપણાને લીધે તે વીર શીધ્ર દેડ, અને તે ભિલ્લોને મળીને બોલ્યો કે-રે ભિલે ! મારા ભાઈને લઈને તમે કયાં જાઓ છો?” તે સાંભળી તેને પણ અલંકાર લેવાના લોભથી તે ભિલ્લે પાછા વળ્યા, અને તે પરાક્રમી સુભટ તેની સાથે શીધ્ર યુદ્ધ કરવા લાગ્યા. તેમાં તે કુમારે તેમને બાણના વરસાદ વડે હતપ્રહત કરી નાંખ્યા. તે જોઈ ચંડસેન પોતે ક્રોધથી યુદ્ધ કરવા આવ્યું અને તેણે ભિલ્લોને ધીરજ આપી. એટલે રણશીંગડાના નાદ વડે ગુફાઓને નાદવાળી કરતા અને અધિક ક્રોધ પામેલા તે સર્વ ભિલે યુદ્ધને માટે એકઠા થઈ ગયા. તે વખતે કેઈથી નિવારી ન શકાય એવા, ભયંકર અને ચોતરફ પ્રસરતા એકી વખતે મૂકેલા બાણોએ કરીને ભિલેને હણતા શ્રી જયકુમારને તેઓએ યમરાજ જેવો જે. પોતાના સુભથી જીતી ન શકાય તેવા અદ્ભુત બળવાળા તે મનુષ્યને જાણે તત્કાળ ભય પામેલા ચંડસેને તેને કહ્યું કેતું કેણ છે ! અને મારા સુભટને કેમ હણે છે?” કુમારે 1 હતી એટલે હણેલા અને પ્રહત એટલે અત્યંત હણેલા. . . ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust