________________ છો સર્ગ, (7) લઈ જઈને અહીં પ્રાપ્ત થયેલી લક્ષ્મીને વિયોગ કરાવવાને ઈચ્છતા તે માયાવીએ એકદા એકાંતમાં શ્રીજયકુમારને આ પ્રમાણે કહ્યું. કે–“હે ભાઈ! આપણા નગરમાંથી આપણે અનેક દેશના આશ્ચર્ય જેવા માટે નીકળ્યા છીએ, તેથી હવે આપણે અહીં વધારે ન રહેતાં દેશાંતર જઈએ. કારણકે મને વિચિત્ર આશ્ચર્ય જેવાનું કેતુક છે, તે કેતુક દેશાંતરમાં ભ્રમણ કર્યા વિના એક ઠેકાણે રહેવાથી પૂર્ણ થાય તેમ નથી. તેવા કેતુક જોવાની આશાથી આપણે અહીં આવ્યા પરંતુ અહીં રહેલા આપણને જે માતપિતા જાણશે તો આપણને પાછા તેડાવી લેશે અને તેમ થવાથી આપણી કેતુક જોવાની ઈચ્છા પૂર્ણ થશે નહીં. કદાચ સુખની વૃદ્ધિમાં નિમગ્ન થવાથી તું નહીં આવે, તે પછી હું એકલે જ જઈશ, પરંતુ તારા વિયેગથી મને અસહ્ય દુઃખ થશે.” આ પ્રમાણેના તેનાં વચન સાંભળી જયાનંદ કુમારે વિચાર્યું. કે–“મારી આશાથી જ આવેલા અને હું એકલો કેમ જવા દઉં?” એમ વિચારી તેણે કહ્યું કે –“હે ભાઈ! આપણે સાથેજ જઈશું.” ત્યારપછી શ્રીજયકુમારે ગુપ્ત રીતે પ્રયાણની સામગ્રી તૈયાર કરી, અને પિતાના વાસગૃહના દ્વારની શાખા ઉપર આ પ્રમાણે લેક લખે. " रत्वा जलाशयेष्वष्टौ, मासांश्चित्रेषु कौतुकात् / वर्षासु कुरुते हंसः, स्वपदे मानसे रतिम् // " “હંસ જૈતુકથી વિચિત્ર જળાશયોમાં આઠ માસ સુધી ક્રીડા કરીને પછી વર્ષાઋતુમાં પોતાના સ્થાન માનસરોવરને વિષે પ્રીતિ કરે છે” આ પ્રમાણે લખી પરિવારને તથા પત્નીને ખબર પડવા દીધા સીવાય રાત્રિને સમયે શ્રીજયકુમાર સિંહકુમારની સાથે શસ્ત્ર સહિત નગર બહાર નીકળી ગયે. અનુક્રમે પુર ગ્રામ અને આકર વિગેરે સ્થાનમાં ઈચ્છા પ્રમાણે ફરતા મહા પરાક્રમી તે બન્ને ભાઈઓ અનેક આશ્ચર્યો જેવા લાગ્યા. 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust