________________ (6) જયાનંદ કેવળી ચરિત્ર. ' યાનંદ કુમારે ભ્રાતૃસ્નેહના વશથી સિંહકુમારને ઘણી લક્ષમી આપવા માંડી, તે પણ ઈર્ષ્યા અને અભિમાનને લીધે કાંઈ પણ ગ્રહણ કર્યા વિના તે તેને સેવવા લાગ્યું. આ પ્રમાણે મનુષ્ય પુણ્યના વશથી અતિ ભેગનાં સ્થાનરૂપ થાય છે, અને શત્રુની જયલક્ષ્મી સહિત કળા અને ગુણવડે શ્રેષ્ઠ ભાગ્યસંપદાને પામે છે. આ પ્રમાણે શ્રીતપગચ્છના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના ચરિત્રને વિષે હંસ અને કાગડાના દષ્ટાંતવડે અને શ્રીમાન આનંદ રાજાનાં દષ્ટાંતવડે બીજું વ્રત પાળવાનું અને નહીં પાળવાનું ફળ દેખાડવાપૂર્વક શ્રી જયાનંદ કુમારનો કળાભ્યાસ તથા મણિમંજરી નામની પ્રથમ પત્નીના પાણિગ્રહણના વર્ણનવાળો આ પાંચમો સગ સમાપ્ત. षष्ट सर्ग. જે પ્રભુએ કેવળપણની અવસ્થામાં ને પામીને એક મેટા એવા વૃષને ઉત્પન્ન કર્યો, કે જે વૃષ વિશ્વને આધારભૂત થઈ મોક્ષમાર્ગના મુસાફર એવા અસંખ્ય ભવ્યોને ચિરકાળ સુધી સંસારરૂપી ઘોર અરણ્યને પાર પમાડે છે, તે શ્રીવૃષભ પ્રભુ તમારા કલ્યાણને વિસ્તારે. હવે મોટા ભાગ્યવડે અને શત્રુને વિજય કરનારા ગુણવડે રાજ્યની વૃદ્ધિ કરનાર જયાનંદ કુમાર રાજાને તથા પુરજનેને હર્ષ પમાડતો હતો. એ રીતે તેને તો સુખમય ઘણે ક્રાળ વ્યતિત થયે; પરંતુ સૂર્યના કિરવડે જેમ ઘુવડ ખેદ પામે તેમ શ્રીજયાનદની સમૃદ્ધિ અને સિંહકુમાર નિરંતર ખેદ પામતો હતો. કહ્યું છે કે –“ખળ પુરૂષનો સત્કાર કર્યા છતાં પણ તે બીજાની સમૃદ્ધિ જઈને અત્યંત ખેદ પામે જ છે. જળથી સિંચન કરેલો પણ જવા બીજા ધાન્યની સમૃદ્ધિ જે સૂકાઈ જાય છે.”જયાનંદને દેશાંતરમાં 1 વાણું તથા ગાય. 2 ધર્મ તથા બળદ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust