________________ (94) જયાનંદ કેવળી ચરિત્ર. રાજ્યને લાયક રાજપુત્ર જણાય છે એમ નિશ્ચય કર્યો. પછી છાત્રાને સત્કાર કરી, તેમને વિવિધ કળાઓ ભણવાની આજ્ઞા કરી તથા કળાચાર્યની પૂજા કરી રાજા પોતાને સ્થાનકે ગયે. હવે જ્યાનંદ કુમાર તેજ ગુરૂની પાસે અનુક્રમે વિશ્વમાં ઉત્તમ એવી ગીત નાટ્યાદિક બોંતેર કળાઓ પણ શીખે. નિપુણતાથી છાત્રોને ભણાવતે, ગુરૂના પ્રયાસને દૂર કરતો અને પ્રસન્ન આત્માવાળે તે જયકુમાર સમગ્ર નગરજનેને પણ પ્રસન્ન કરવા લાગ્યો. તેની બુદ્ધિની પરીક્ષા કરવા માટે એકદા રાજાએ નગરમાં ઉદ્દઘોષણું કરાવી કે –“જે મારા હસ્તીને તેની આપશે તેને તેની ઈચ્છા પ્રમાણે હું એક દેશ આપીશ.” આ વાત સાંભળી જયાનંદકુમારે રાજાને કહ્યું કે “હું હસ્તીને તાળી આપીશ.” એમ કહી તેણે એક વહાણમાં હાથીને ચઢાવી તે વહાણ સરોવરના જળમાં તરતું મૂક્યું. પછી તે વહાણ જેટલું પાણીમાં ડુબ્યુ, તે ઠેકાણે ચિન્હ કરી પછી તે વહાણ બહાર કાઢી તેમાંથી હાથીને ઉતારી ફરીથી તે વહાણને તારૂઓ પાસે જળમાં મૂકાવ્યું અને કરેલા ચિન્હ સુધી તે વહાણ જળમાં ડુબે તેટલા પથ્થરે તેમાં ભરાવ્યા. પછી તે પથ્થર બહાર કાઢી ડાહ્યા પુરૂષ પાસે તેને તોલ કરાવ્યા અને તે પથ્થરોનો જેટલો તોલ થયે તેટલે હાથીને પણ તેલ તેણે રાજાને કહ્યો. તેની આવી બુદ્ધિથી વિસ્મય પામેલે રાજા તેને બહુમાનપૂર્વક પિતાને ઘેર લઈ ગયો. ત્યાં સ્નાન વિગેરે કરાવી તે ઉદાર આશયવાળા કુમારને રાજાએ મોટા ગેરવથી પોતાના મહેલમાં રાખે. તેને સર્વ કુમારમાં અધિક ગુણવાન જાણી તથા સર્વ કળાઓમાં અતિ નિપુણ છે, એમ સાક્ષાત્ જોઈ રાજાએ તેની ઈચ્છા વિના પણ રૂપિવડે લક્ષ્મીનું ઉલ્લંઘન કરનારી અને કળા તથા ગુણે કરીને તેને તુલ્ય પિતાની મણિમંજરી નામની પુત્રી પરણાવી. તે વખતે રાજાએ તે કુમારને પત્તિ, અશ્વ, હસ્તી અને રથના સમૂહવડે યુક્ત એક ઉત્તમ દેશ તથા સર્વ પ્રકારની ભેગની સામગ્રીઓ સહિત એક મહેલ રહેવા માટે આપ્યો. તે મહેલમાં નવી પરણેલી પત્ની સાથે વિલાસ કરતા અને સર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust