________________ (92). જયાનંદ કેવળી ચરિત્ર. આ પ્રમાણે કથા કહી શ્રી જયાનંદ કુમારે ફરીથી કહ્યું કે“ઘણુ સત્પરૂષ સત્યવાદી હોય છે, તેથી કોઈ નગરમાં જઈ ઉત્તમ પુરૂષને આપણે પૂછીએ. તે આપણે વિવાદ ભાંગશે, એટલે તેની વાણું પ્રમાણ કરીને આપણું સરતને આપણે સત્ય કરશું.” તે સાંભળી સિંહે પણ બહુ સારૂં” એમ કહ્યું. પછી તે બન્ને ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રીવિશાળ નામના નગરમાં ગયા. ત્યાં ઉદ્યાનમાં મોટા આશયવાળા કળાચાર્યને તેમણે જોયા. ત્યાં તે વિદ્યાવિલાસ નામના આચાર્ય રાજપુત્રાદિક પાંચસો વિદ્યાથીઓને ધનુર્વિદ્યાદિક કળાઓ શીખવતા હતા. તેને સર્વ શાસ્ત્રમાં નિપુણ જાણે શ્રીજયાનંદે સિંહકુમાર સહિત પ્રણામ કરી પોતાના વિવાદવિષયને ન્યાય પૂછયો. ત્યારે કળાચાર્યે ઉત્તર આપે કે–“સર્વ શાસ્ત્ર અને સર્વ લકને એ સંમત જ છે કે આ લોક અને પરલોકમાં ધર્મથી જ શુભ અને અધર્મથી જ અશુભ થાય છે.” તે સાંભળી શ્રી જયાનંદ કુમાર હર્ષ પામ્યો, અને સિંહકુમાર ગ્લાનિ પામ્યું. પછી તે બન્ને ભાઈઓ તે જ કળાચાર્યની પાસે કળાનો અભ્યાસ કરવા લાગ્યા. થોડા દિવસમાં જ વિનયાદિક ગુણવડે કળાચાર્યને તથા છાત્રોને વશ કરી શ્રી જયાનંદ સર્વ કળાઓ શીખી ગયા. પછી કળાચાર્યની આજ્ઞાથી જયાનંદ બીજા છાત્રોને ભણાવવા લાગ્યા. એમ થવાથી ભાગ્યશાળી જનોમાં અગ્રેસર એવા તે જયાનંદ સર્વને પ્રિય થઈ પડ્યા. સિંહકુમાર તેની સાથે સ્પર્ધા કરતો હતો, પરંતુ નિરંતર કળાને અભ્યાસ કરતાં છતાં તે ઘણું થોડી કળા શીખે, કારણ કે વિદ્યા તે ગુણ અને ભાગ્યને અનુસારે જ પ્રાપ્ત થાય છે. તે વખતે તે વિશાળપુર નગરમાં શત્રુઓને ત્રાસ પમાડનાર વિશાળજય નામનો રાજા હતો. તે છ છ માસે છાત્રની પરીક્ષા લેતો હતો, તેથી એકદા પરીક્ષાનો અવસર પ્રાપ્ત થયો ત્યારે તે રાજા સ્નેહથી પુત્રાદિક છાત્રની પરીક્ષા કરવાની ઈચ્છાથી તે ઉદ્યાનમાં આવ્યું. ત્યારે કળાચાર્યે પણ રાજાની પાસે છાત્રાને ચગ્યતા પ્રમાણે ઉભા રાખી એક તાલ વૃક્ષની ટોચ ઉપર મેરનું પીંછ મૂકી સર્વ છાત્રોને કહ્યું કે-“હે છાત્રો! તમે શું શું જુએ છે?” ત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust