________________ પંચમ સર્ગ. ', - (93) તેઓ બોલ્યા કે-“ તાલ, પીંછ અને વૃક્ષના સમૂહને અમે જોઈએ છીએ.” તે સાંભળી આચાર્યને કંઇક ખેદ થયા. પછી આચાર્યની આજ્ઞાથી તેઓએ તે મયૂરપીંછને વીંધ્યું; પરંતુ તે પીંછના જે તંતુને વીંધવાનું કહ્યું હતું, તે તંતુને કોઈ પણ ધનુર્ધર વીંધી શકય નહિ. ત્યારપછી આચાર્યો જયાનંદને કહ્યું કે–“હે વત્સ તું શું શું જુએ છે?” ત્યારે તે બોલ્યો કે–“હું તો એક પીંછને જ જઉં છું.” તે સાંભળી ગુરૂ હર્ષ પામ્યા. પછી ગુરૂએ તે પીંછને જેટલામાં તંતુ વીંધવાની આજ્ઞા આપી, તેટલામાં જ તંતુ જયાનંદકુમારે બાણવડે શીધ્રપણે વીંધી નાંખે. પછી નહીં મૂકેલા, હાથથી મૂકેલા અને યંત્રથી મૂકેલા એવા વિવિધ શસ્ત્રોવડે કમળનાં પત્રો છેવા વિગેરે સંબંધી રાજાએ સર્વ છાત્રની પરીક્ષા લીધી. તેમાં કમળના સો પત્રમાંથી જે પત્ર છેદવાનું ગુરૂએ કહ્યું તે જ પત્ર જયાનંદે ખવડે છેવું, તે સિવાય બીજું છેલ્લું નહીં. પછી જયાનંદે હાથથી મૂકેલા ચક્રવડે સાત તાલવૃક્ષો છેદ્યા, અને શક્તિ નામનું શસ્ત્ર મૂકી ઘર પર્વતના શિખર પર રહેલી શિલાને ચૂર્ણ કરી નાંખી. ત્યારપછી અશ્વયુદ્ધવડે યુદ્ધ કરતા તે મહા પરાક્રમીએ વિવિધ શસ્ત્રોથી એકી વખતે હજારે દ્ધાઓને પરાજય કર્યો. પછી વાયુવેગવાળા અશ્વને ધારાગતિએ ચલાવતા તેણે વટવૃક્ષની શાખા સાથે વળગી રહી બે પગ વડે અશ્વને ઉચો ઉપાડયો. પછી હસ્તીયુદ્ધવડે માવત વિગેરે વિરેને પાડી નાંખી કીડામાત્રથી જ જયકુમારે સામા હસ્તીઓને પોતાના બે પગ વડે ઉંચા ઉછાળ્યા. તે જોઈ એક સિંહકુમાર વિના બીજા રાજા વગેરે સર્વ જનોએ વિસ્મય અને હર્ષ પામી મસ્તક ધૂણાવી જયકુમારની વિવિધ પ્રકારે સ્તુતિ કરી. તેના અસાધારણ વીર્ય, કળા અને ગુણો જોઈ આશ્ચર્યથી રાજાએ “આ કોણ છે?” એમ ઉપાધ્યાયને પૂછયું. ત્યારે તેણે કહ્યું કે –“આ કોઈ પરદેશી શ્રેષ્ઠ ક્ષત્રીય છે, તે તેના ભાઈ સહિત અહીં મારી પાસે અભ્યાસ કરે છે. આથી વધારે હું કાંઈ પણ જાણતો નથી.” તે સાંભળી રાજાએ તેને સર્વછાત્રામાં કળા અને ગુણવડે અસાધારણ જાણે, તેમજ તેના લક્ષણોથી તેને કઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust