________________ (90) જયાનંદ કેવળા ચરિત્ર દિવસની તૃપ્તિ થાય છે, અને બત્રીશ લક્ષણવાળા પુરૂષને જે ખાઉ તે એક વર્ષની તૃપ્તિ થાય છે. એવા લક્ષણવાળો નંદીપુરનો રાજા સાંભળે છે, તેથી હું તેને ખાવા ઈચ્છું છું, પરંતુ તે પરિવાર સહિત પોતાના પુરમાં રહેલું હોય છે, તેથી હું તેને ખાવાને સમર્થ થઈ શકતો નથી. મેં હમણું કેઈકની પાસેથી સાંભળ્યું છે કે કોઈ અશ્વ તે રાજાને હરીને આ વનમાં લાવ્યો છે, પણ તે રાજી મને દેખાતો નથી, તેથી જો તું તેને જાણતો હોય તો કહે અને મને બતાવ, કારણ કે મુનિ ( તાપસ)સત્યવક્તા જ હોય છે.” આ પ્રમાણેની હકીકત સાંભળીને રાજાએ વિચાર કર્યો કે– જે હું સત્ય કહીશ તો આ રાક્ષસ મને ખાઈ જશે, અને જે સત્ય ન કહું તે અસત્ય વચનથી ઉત્પન્ન થતું પાપ મને લાગશે પરંતુ માત્ર એક પ્રાણને માટે હું અસત્ય વચન તે બોલીશ નહિ. કારણ કે સ્વર્ગાર્દિકને આપનાર ધર્મ પ્રાણથી પણ મને વધારે પ્રિય છે. વળી આ રાક્ષસ ઈચ્છિત એવા મને ભક્ષણ કરીને એક વર્ષ સુધી બીજાનું ભક્ષણ નહિ કરે, તેથી 360 મનુષ્ય ઉપરની દયાથી ઉત્પન્ન થયેલું બીજું પુણ્ય પણ મને પ્રાપ્ત થશે.” આ પ્રમાણે નિશ્ચય કરીને ધર્મવીર પુરૂષામાં શિરમણિ એવા તે રાજાએ કહ્યું કે-“હે રાક્ષસ ! હું જ તે રાજા છું, અને બત્રીશ લક્ષણ છું, તેથી તારી ઈચ્છા પ્રમાણે કર.” તે સાંભળી રાક્ષસ બોલ્યા કે-“હે સત્ત્વના નિધાન ! હું તાપસનું ભક્ષણ કરતો નથી, તેથી હે બુદ્ધિમાન ! તું કહે કે આ તારૂં મુનિપણું કૃત્રિમ છે કે અકૃત્રિમ છે?” રાજાએ કહ્યું-“હું સાચે મુનિ નથી. તારાજ ભયથી તાપસના કહેવાથી હમણાં જ મેં આ વલ્કલ વિગેરે ધારણ કર્યા છે.” તે સાંભળી રાક્ષસ બોલ્યો કે-“સુધાને લીધે હમણાંજ તારૂં ભક્ષણ કરીશ, માટે તું તારા ઈષ્ટદેવનું સ્મરણ કર.” ત્યારે રાજા શરીરને સરાવી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યો. તે વખતે તે ભયંકર રાક્ષસ ઘેર અટ્ટહાસ્યાદિકવડે આકાશને ફેડતો અને મોટા દાંતને પ્રગટ કરતો ખાવાની ઈચ્છાથી તેની સન્મુખ દોડ્યો; તોપણ રાજા કંઈ પણ ક્ષોભ પાપે નહીં. તેટલામાં તો રાજાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust