________________ (88) જયાનંદ કેવળ ચરિત્ર જેમ પ્રાણાતે પણ અસત્ય બોલતા જ નથી.” તે સાંભળી સિંહકુમારે પૂછયું કે–“તે આનંદ રાજા કોણ હતો?” ત્યારે શ્રી જયકુમારુ બેલ્યા કે— સત્યવાદીપણા ઉપર આનંદ રાજાની કથા. : નંદિપુર નામના નગરમાં આનંદ નામને સત્યવાદી રાજા હતા. તે સ્વભાવે પણ ઉત્તમ હતું, વિશેષે કરીને જૈનધર્મને ધારણ કરતો હતો, પાપથી ભય પામતો હતો અને બળ, ભાગ્ય તથા પરાક્રમ વડે પ્રૌઢ હતો, બત્રીસ લક્ષણવાળે હતો, ઘણા રાજાઓથી તે સેવાતો હતો, તેની સર્વ પ્રજા સુખી હતી, તથા તે મોટી દ્ધિવાળા હોવાથી કેટિ મૂલ્યના અલંકારને નિરંતર શરીરપર ધારણ કરી રાખતો હતો. એકદા અલંકાર સહિત તે રાજા કીડા કરવા માટે સૈન્યને લઈ નગર બહાર ગયે. ત્યાં તે રાજા અને વિવિધ પ્રકારની ગતિ કરાવતા હતા, તેટલામાં તેને અશ્વ આકાશમાં ઉડીને તે રાજાને મોટા જંગલમાં લઈ ગયો. તે અશ્વને આવો દોષવાળે જાણીને રાજા તેના પરથી કુદકો મારી તેને ત્યાગ કરી પૃથ્વી પર ઉતરી પડ્યો, એટલે તે અશ્વ અદશ્ય થઈ ગયો. પછી રાજા વિરમય પામીને ત્યાં ફરવા લાગ્યા. તેટલામાં ઉંચા શસ્ત્રને ધારણ કરી ચાર ચેરે તેની પાસે આવ્યા; પણ રાજા બૈર્યવાન હોવાથી ક્ષેભ પામ્યો નહીં. તે ચરેએ તેને કહ્યું કે –“અહો ! અમારા ભાગ્યથી અલંકાર સહિત તું અમને મળે છે, પણ પ્રથમ અમારું ચરિત્ર તું સાંભળ. અમે ચારે ક્ષત્રિય સૂરપુર નગરના રાજાના સેવકો છીએ. રાજાએ કઈ પણ અપરાધને લીધે અમને કાઢી મૂકયા છે, તેથી અમે અહીં પર્વત પર આવીને રહ્યા છીએ. ગુરૂમહારાજ પાસેથી ધર્મને સાંભળ્યા છતાં પણ બીજી રીતે આજીવિકા નહિ થવાથી અને સર્વથા પ્રકારે ચારીનો ત્યાગ કરવાની શક્તિ ન હોવાથી અમે આ પ્રમાણેના બે નિયમ ગ્રહણ કર્યા છે. તેમાં એક તે એ કે " રાજા સિવાય બીજાનું ધન ચોરીને લેવું નહીં. કારણ કે બીજાનું ધન લેવાથી તેઓ અલ્પ ત્રાદ્ધિવાળા હોવાથી ઘણું દુ:ખી થાય, પણ ઘણું અદ્ધિવાળો હોવાથી રાજા દુઃખી થતો નથી, અને .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust