________________ (86) જયાનંદ કેવળી ચરિત્ર, પછી કાંઈક ઉપકાર કરવાને ઈછતા તે કાગડાએ આમ્રવૃક્ષપરથી પોતાની ચાંચવડે કેરીઓ લાવી હંસી સહિત હંસને જમાડ્યો. પ્રીતિનું ફળ પરસ્પરનો સત્કાર કરે તેજ છે.” ત્યારપછી હું રહી સહિત હંસ ઉડીને જવા લાગ્યો, તે વખતે કાગડાએ હંસીને કહ્યું કે –“હે પ્રિયા ! તું કયાં જાય છે?” એમ તેને જતી અટકાવી. તે વખતે હંસે કાગડાને કહ્યું કે–“આ તે મારી પ્રિયા છે, તારી નથી, કેમકે તે તારાથી વિલક્ષણ છે.” ત્યારે કાગડે બેલ્યા સમાન રૂપવાળી તે બહેન હોય છે, પણ અન્ય કુળમાં ઉત્પન્ન થયેલી પ્રિયા તે સમાન રૂપવાળી ન જ હોય. આ વાત જે તને સત્ય ન લાગતી હોય તો અમારા બનેના પાણિગ્રહણને જેનારા ગામડીઆ લેકેને પૂછ. તેઓ જ આપણું આ વિવાદમાં પ્રમાણરૂપ હો.” “અહા ! અપકાર કરનારાઓને ધિક્કાર છે.” હંસે તેનું વચન અંગીકાર કર્યું, ત્યારે કાગડો તેને માતપિતાના સેગન આપી જતા અટકાવી ત્યાંજ રાખી પિતે ગામની અંદર ગયે. ત્યાં ગ્રામ્યજનોને મનુષ્યની વાણવડે પોતાનો વિવાદ જણાવી તે કાગડાએ કહ્યું કે –“હે લેકે ! આ બાબતમાં ખોટી સાક્ષી પૂરીને પણ મને જ સાચો કરવાનો છે, નહીં તે હું તમારી સ્ત્રીઓનાં મસ્તક પર રહેલા જળના ઘડાઓને અપવિત્ર કરી નાંખીશ, તમારા પશુઓના ચાંદાને ઠેલવા વિગેરે વડે તેમને અત્યંત પીડા કરીશ, પુરૂષ અને સ્ત્રીઓનાં મસ્તકપર બેસી શીધ્રપણે ઉડી જઈશ, તડકે સૂકવેલા ધાન્યાદિકને ખાઈ જઈશ, બાળકાદિક પાસેથી ચાંચ મારીને ભેજનાદિકને ઉપાડી જઇશ, તથા એવી જાતના બીજા પણ અત્યાચારોવડે લેઓને ઉદ્વેગ પમાડીશ.” આ પ્રમાણે તેની મનુષ્ય વાણીથી વિસ્મય પામેલા અને તેની કહેલી હકીકતથી ભય પામેલા ગ્રામ્ય જાએ ધર્મ અધર્માદિકને જાણ્યા વિના ખાટી સાક્ષી પૂરવાનું અંગીકાર કર્યું. પછી કાગડો હંસ પાસે ગયા અને તે બન્નેએ સાથે આવી તે ગ્રામ્યલકો પાસે ન્યાય પૂછે, ત્યારે તેઓએ કહ્યું કે—“ આ કાગડાનુ આ હંસી સાથે પાણિગ્રહણ થયું તે અમે જોયું હતું.” આવું તેમનું વચન સાંભળી હંસ અત્યંત દુઃખી થયે તેને કાગડાએ કહ્યું કે–“હે મિત્ર ! તારી પ્રિયાને તું જ જણાવાયું અને કરવાના બાબતમાં P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust