________________ - પંચમ સર્ગ. (85) વાળો તે દુષ્ટ રાજપુત્ર બોલ્યો કે “કાંઈ પણ સરત કર્યા વિના સ્થિરતા શી રીતે થાય? માટે જે હારે તેણે પિતાનાં બને નેત્રે કાઢી આપવાં, એવી આપણું સરત હો.” તે સાંભળી જયાનંદે તેની શરત અંગીકાર કરી. * ત્યારપછી તે બન્ને ભાઈઓ કઈ ગામડામાં જઈ તે ગામમાં ગામડીઆ લોકો સહિત ચારામાં બેઠેલા ગામના ઠાકોરને જોઈ સિંહસાર કુમારે તેને નમસ્કાર કર્યો અને પૂછ્યું કે-“હે બુદ્ધિરૂપી ધનવાળા સત્પરૂ ! કહું છું કે પાપથી શુભ થાય છે અને આ કહે છે કે ધર્મથી શુભ થાય છે. તે અમારા બેમાં સત્ય વચને કાનું તે તમે કહો.” તે સાંભળી ઉત્તમ રૂપ અને વેશવાળા તે સિંહસારની માયા અને નમસ્કાર વિગેરેથી રંજિત થયેલા ઠાકરે ગામડીઆની સંમતિથી કહ્યું કે—“તારું વચન સત્ય છે.” ત્યારપછી હર્ષ પામેલો સિંહસાર તેને નમી ભાઈની સાથે આગળ ચાલ્યા. કેટલેક દરજઈ તે દુષ્ટ બુદ્ધિવાળાએ શ્રીજયાનંદ પાસે તેનાં નેત્ર માગ્યાં. ત્યારે તેણે કહ્યું કે–“જડ બુદ્ધિવાળા અને અધમી ગામડીઆઓ શું સમજે ? તેઓની બુદ્ધિ કે વાણું કઈ પણ ઠેકાણે અસત્ય સાક્ષી આપવામાં સ્મલના પામતી નથી. તેથી હે ભાઈ! હંસ અને કાગડાના દષ્ટાંતથી તું ગામડીઆ ઉપર ભરૂ ન રાખ.” સિંહે પૂછ્યું કેહંસ અને કાગડે કેવા હતા?” ત્યારે શ્રીજયે કહ્યું કે, સાંભળ ધન્યપુર નામના ગામમાં નિરંતર અગાધ જળને ભરેલ એક દ્રહ હતો. તેમાં એકદા કોઈ કાગડે તેની અંદર ફરતા મત્સ્યને જોઈ તેને પકડવા અંદર પડ્યો. તેટલામાં મતસ્ય તત્કાળ જળમાં ઉડે પેસી ગયો, પણ તે કાગડાની પાંખો ભીંજાઈ ગઈ, તેથી તે તરવામાં કે ઉડવામાં અશક્ત બને, એટલે તે જળમાં ડુબી જવા લાગે, તે જોઈને એક હંસીના કહેવાથી એક હંસે દયાવડે તે કાગડાની નીચે જળમાં આવી તેને પોતાની પીઠ પર બેસાડી તેને બહાર કાઢ્યો. ત્યારપછી કાગડો સ્વસ્થ થયો ત્યારે તે હર્ષ પામી હંસી સહિત હંસને આગ્રહપૂર્વક પોતાના નિવાસવાળા વટવૃક્ષ ઉપર લઈ ગયો, અને એક ક્ષણવાર પ્રીતિ બતાવીને તેને વશ કર્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust