________________ (84) જયાનંદ કેવળ ચરિત્ર. સર્વ સત્પરૂષોને અરિહંતના ધર્મથીજ પ્રાપ્ત થાય છે. જે ધર્મ સુખને આપે છે, વિપત્તિના સમૂહને હરે છે, કલ્યાણને વિસ્તારે છે, અકલ્યાને નાશ કરે છે અને આધિ સહિત વ્યાધિના સમૂહને હણે છે, તે આહંત ધર્મને જ વિદ્વાન સેવે છે. પુણ્યશાળી પ્રાણીઓના ભેગવટા માટેજ પૃથ્વી ધનને ધારણ કરે છે, ખાણે મણિઓને, વૃક્ષે ફળોને, તામ્રપર્ણી નદી મોતીને, લતા પુષ્પોને અને વિધ્યાચળની પૃથ્વી હાથીઓને ધારણ કરે છે.” તે સાંભળી સિંહસાર કુમાર બેલ્યો કે-“હે ભાઈ! તારું કહેવું સત્ય છે; પરંતુ હાલમાં તે અધર્મથીજ સંપત્તિઓ દેખાય છે. કારણ કે જેઓ અન્યાયનું પોષણ કરનાર અને દૂર કર્મ કરનાર હોય છે, તેમની પાસે લક્ષ્મી દેવામાં આવે છે, અને જેઓ ધર્મનું સેવન કરનારા છે, તેમને વિપત્તિવાળા જોવામાં આવે છે.” ત્યારે યુવરાજને પુત્ર બેલ્યો કે–પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પાપ હોઈ શકે છે, તેથી પૂર્વ જન્મમાં કરેલા તે બનેનું અનુક્રમે તે ફળ જાણવું, પરંતુ આ ભવમાં જે પુણ્ય કે પાપ કર્યું હોય તેનું ફળ બીજા ભવમાં ભેગવવું પડશે. આમ્ર અને વ્રીહિ વિગેરેની જેમ તેનું ફળ તેજ ભવમાં મળતું નથી.”તે સાંભળી દુષ્ટ હૃદયવાળે રાજપુત્ર નેહ દર્શાવતો બે કે–“આપણે ભાઈઓએ પરરપર વિવાદ શા માટે કરવો જોઈએ ? કારણકે પરસ્પરને વિવાદ પ્રેમનો નાશ કરે છે, તેથી આપણે કેઈક બુદ્ધિમાનને પૂછીએ અને તેનું વચન પ્રમાણુ કરીએ (સત્ય માનીએ).” તે સાંભળી શ્રી જયાનંદે પણ “એમ હે (બહુ સારૂ) એમ કહ્યું. પછી રાજા અને પ્રજાના અનુરાગાદિકવડે શ્રીજયાનંદની રાજ્યની ગ્યતા જાણીને, તે યોગ્યતાને શરતથી દૂર કરવા માટે તેનાં નેત્રોને ગ્રહણ કરવાને ઈચ્છતો, તથા બાકી પછી પિોતેજ રહેવાથી પિતાને રાજ્યની પ્રાપ્તિ થવાનો વિચાર કરતો, પાપનીજ નિષ્ઠા 1 પૂર્વજન્મમાં જેણે પાપાનુબંધી પુણ્ય કર્યું હોય તે આ જન્મમાં લક્ષ્મી વિગેરે પુણ્યનું ફળ પામે છે અને પાપકર્મ ઉપાર્જન કરે છે, તેનું ફળ હવે પછીના જન્મમાં મળશે, તથા જેણે પૂર્વભવમાં પુણ્યાનુબંધી પાપ કર્યું હોય તે આ જન્મમાં દારિદ્યાદિક પાપનું ફળ પામે છે, અને પુણ્યકર્મ ઉપાર્જન કરે છે, તેને પુણ્યનું ફળ આવતા ભવમાં મળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust