________________ જયાનંદ કેવળ ચરિત્ર હવે મદેન્મત્ત સિંહસાર કુમાર નિઃશંકપણે નગરમાં ક્રીડા કરતાં પોતાની ઈચ્છા પ્રમાણે દુકાને વિગેરેમાંથી પુરૂષ અને સ્ત્રીએનાં ભૂષણદિકને ગ્રહણ કરતો હતો, માર્ગમાં અશ્વને ખેલાવતાં પાણું ભરનારી સ્ત્રીઓના ઘડા ફેડ હતો, સુંદર રૂપવાળી સ્ત્રીઓનું હરણું કરતો હતો અને માલ ભરેલાં ગાડાંઓને પણ લુંટતે હતો. તેના આવા પ્રકારના અન્યાયથી ક્રોધ પામેલા પુરજનોએ રાજાને વિજ્ઞપ્તિ કરી, ત્યારે રાજાએ તેમને આશ્વાસન આપી સત્કાર કરી રજા આપી, અને કુમારને ધિક્કાર્યો. એ પ્રમાણે બે ત્રણ વાર થયા પછી એકદા રાજાને તાંબૂલ આપવા જતી દાસીને તે કુમારે બળાત્કારથી લુંટી (તેની પાસેથી તાંબૂલ લઈ લીધું.) તે કપ પામીને બોલી કે–રે દુખ ! નૈમિત્તિકનું વચન સત્ય જ છે.” તે સાંભળી કુમારે તેણીને ધનવડે લોભ પમાડી પૂછયું, ત્યારે તેણીએ સર્વ હકીકત કહી બતાવી. કહ્યું છે કે"न तरुस्तटिनीतटे चिरं, न खले. प्रीतिरघात्मनीन्दिरा।। न च धर्मरसोऽतिलोभके, न च गूढं हृदि तिष्ठति स्त्रियाः॥" - " નદીને કાંઠે રહેલું વૃક્ષ ચિરકાળ ટકી શકતું નથી, તેમજ ખળ પુરૂષને વિષે પ્રીતિ, પાપીને વિષે લક્ષમી, અતિ લોભીને વિષે ધર્મનો રસ અને સ્ત્રીના હૃદયમાં ગુપ્ત વાત–એટલા વાનાં ચિરકાળ ટકી શકતાં નથી.” - દાસીનું વચન મનમાં રાખી મનમાં દુભાયેલ કુમાર ત્યાંથી ચાલ્યો ગયો, દાસીએ પણ તત્કાળ તે કુમારનો અન્યાય રાજાને કહ્યો. તરતજ રાજાએ તેને બોલાવી અત્યંત ક્રોધથી કહ્યું કે-“અરે પાપી ! અન્યાયવડે હમેશાં તું પુરના લેકેને ઉગ પમાડે છે. અરે દુe! જે નિર્મળ કુળમાં તું ઉત્પન્ન થયે છે, તેને જ તું કલંકિત કરે છે, ઘરમાં પણ દુષ્ટ ચેષ્ટા કરે છે, નિષેધ કર્યા છતાં પણ રહેતો નથી, માટે અહીંથી દૂર જા. જે આજ પછી તું મારા દેશમાં કોઈ પણ ઠેકાણે રહીશ, તે તારા કર્ણ અને નાસિકા કાપી નાંખીશ, અત્રના અન્યાયને પણું હું સહન કરનાર નથી.” આ પ્રમાણે રાજાનાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust