________________ ( 8 ) જયાનંદ કેવળ ચરિત્ર વિહાર કરતો હું ફરીથી અહીં આવ્યો. તે હકીક્ત અવધિજ્ઞાનવડે જાણીને તે દેવે અહીં આવી મને હર્ષથી વંદના કરી. પછી પૂર્વને ઉપકાર સંભારી તે દેવે ભકિતથી મારી પાસે નૃત્યાદિક કર્યું. હું બુદ્ધિમાન ભવ્યજને ! આ પ્રમાણે ગુરૂસેવાનું અને દયાનું ફળ જાણી હમેશાં ધર્મના મૂળરૂપ અને વાંછિત સુખ આપનાર ગુસેવા અને જીવદયા એ બન્ને ઉપર આદર કરે.” આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી અધિક ધર્મની બુદ્ધિવાળા શ્રીજયાનંદ કુમાર બોલ્યો કે–“હે પ્રભુ! યુદ્ધાદિકના કારણ વિના સ્થળ એવી હિંસા, અસત્ય, ધૈર્ય અને પરસ્ત્રીના ત્યાગાદિકવડે હું સમકિતને શોભાવીશ.” જ્ઞાનીએ કહ્યું-“આ ધર્મરૂપી કલ્પવૃક્ષનું સારી રીતે પાલન કરજે, કેમકે તેનાથી જ તને આ લોકમાં તથા પર લોકમાં ઈષ્ટ સુખલક્ષ્મી પ્રાપ્ત થશે. તે સાંભળી જ્યાનંદ " તાર” કહી, મુનિની વાણું અંગીકાર કરી, પોતાના આત્માને કૃતાર્થ માની, પ્રાત:કાળ થયો ત્યારે મુનિને નમી, પોતાને સ્થાનકે ગયે. સિહસાર કુમાર તો ગુરૂકમી હોવાથી મુનિના વચનપર શ્રદ્ધા નહીં કરો તે તેમને પ્રણામ કરી ભાઈની સાથે ઘેર ગયે. દેવ વિગેરે પણ સમક્તિ વિગેરે ગુણે પામી મુનિને નમી આકાશમાર્ગે પિતપોતાને સ્થાનકે ગયા. મુનિએ પણ અન્યત્ર વિહાર કર્યો. પછી અંગીકાર કરેલા ધર્મનું પાલન કરતો, બીજા ગુણોને ઉપાર્જન કરતો, શ્રીગુરૂ અને દેવની ભક્તિને ધારણ કરતો તથા જ્યલક્ષ્મીને મેળવવાના પરાક્રમવાળો યુવરાજને પુત્ર (જ્યાનંદ) સર્વ જગતના જનોને ઈષ્ટ થયે. આ પ્રમાણે છીતપગચછના નાયક શ્રી મુનિસુંદર સૂરિએ રચેલા શ્રી જ્યાનંદ કેવળીના ચરિત્રને વિષે પહેલા વ્રતનું પાલન અને અપાલનના માહામ્સને જણાવનાર ભીમ અને તેમનું દષ્ટાંત તથા શ્રી જ્યાનંદને થયેલ પ્રતિબંધ વિગેરેના વર્ણનરૂપ આ ચેાથે સર્ગ સમાપ્ત થયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust