________________ | પંચમ સર્ગ. ( 89) બીજે નિયમ એ છે કે- થોડી થોડી ચોરી કરવાથી બરાબર આજીવિકા ચાલે નહીં, તેથી દુર્ધાન થાય, માટે ચિરકાળ સુધી આજીવિકાની ઈચ્છાથી લાખ કરતાં ઓછી ચોરી કરવી નહીં.” માટે આવા સારા લક્ષણવાળે તું કોણ છે ? અને તારા આ અલંકારનું મૂલ્ય કેટલું છે? તે સત્ય કહેજે, મહાપુરૂષે કદાપિ અસત્ય વાણી બોલતા જ નથી.” આ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ વિચાર્યું કે “આ ચારે પોતાની આજીવિકા માટે મારા અલંકારે ભલે ગ્રહણ કરે, પરંતુ માત્ર કોટિ ધનને માટે હું પાપના મૂળ કારણભૂત એવા અસત્યને તો નહીં બેલું. આ ધન તે અનિત્ય હોવાથી પરિણામે નાશવંત છે, અને સત્ય ધર્મ તો અનશ્વર છે. વળી ધનથી પરિમિત (અ૫) સુખ પ્રાપ્ત થાય છે અને સત્યધર્મથી તો અનંત સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરી રાજા બોલ્યો કે- “હું રાજા છું, હું અશ્વના આકર્ષણથી અહીં અરધ્યમાં આવી ચડ્યો છું, અને મારા આ અલંકારકટી મૂલ્યના છે.” આ પ્રમાણે કહીને ગ્રહણ કરવાને ઈચ્છતા તે ચેરેને રાજાએ પોતેજ અલંકારો કાઢી આપ્યા. તે લઈને હર્ષ પામતા તેઓ કાંઈક જતા રહ્યા અને રાજા એક વનમાં ભ્રમણ કરવા લાગ્યા. ફરતાં ફરતાં કઈ તાપસના આશ્રમને પામીને રાજાએ કુળપતિને નમસ્કાર કર્યા. કુળપતિએ તેને પૂછયું કે-“તું કેણ છે અને અહીં કેમ આવ્યો છે?ત્યારે રાજાએ પોતાને વૃત્તાંત કહ્યો. તે સાંભળી કુળપતિએ કહ્યું કે-“આ વનમાં એક રાક્ષસ છે. તે તાપસ વિના બીજા સર્વ મનુષ્યને ખાઈ જાય છે, તેથી તું તાપસનો વેષ ગ્રહણ કરી લે.” ત્યારે રાજાએ તેણે આપેલ વેષ ગ્રહણ કર્યો. ત્યારપછી રાજા ફળને આહાર કરી સરવર ઉપર ગયો. ત્યાં રાજા સ્નાન કરવા તૈયાર થયે, તેટલામાં તે રાક્ષસ ત્યાં આવ્યો. તેણે કહ્યું કે “હે ભિક્ષુ ! તું કયાંથી આવ્યા છે? તું કઈ નવો જણાય છે, માટે મારી કથા સાંભળ-હું હમેશાં એક માણસને ખાઉં છું, તેટલાથી મને એક 1. નાશ ન પામે તેવો. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust