________________ - ચતુર્થ સર્ગ. . . (77) હકીકત કહી. તે સાંભળી રાજાએ ગુસ્સે થઈને કહ્યું કે-“હે ભીમ! તું મારા સુભટ લઈને જા અને મારી આજ્ઞાનો લોપ કરનાર તે સમને શી હણી નાખ, હું તને એક શ્રેષ્ઠ ગામ આપીશ.” આ પ્રમાણે સાંભળી ગામના લોભથી ભીમ રાજાએ હુકમ કરેલા સુભટની સાથે આયુધ ઉંચાં કરી સોમને હણવા તેને ઘેર ગયો. તેટલામાં પ્રથમથી જ શંકાવાળે સોમ કોઈ મનુષ્ય પાસેથી તેને આવતા જાણું પર્વ તપર નાશી જવા માટે નગરની બહાર નીકળી ગયા. સુભટોથી પરિવરેલે ભીમ પણ તેની પાછળ દેડ્યો, અને નજીકમાં જ ભયથી વિલંબ થયેલા સોમને નાસતો જે. એટલે “અરે દુષ્ટ ! ઉભો રહે. યમરાજ જેવો રાજા કોપાયમાન થયેલ છે, તેથી તું કેટલી ભૂમિ આગળ જઈ શકીશ ? તું હણાયો જ છે એમ સમજ. અમે હમણાં જ તારી ભેળા થઈ જઈશું.” ઇત્યાદિક ભીમ વગેરે સુભટોના સમૂહની કર્ણકટુક વાણી સાંભળી ભયથી મનમાં વ્યાકુળ થયેલો સોમ વિશેષે કરીને શીધ્રપણે નાસવા લાગ્યો. તેટલામાં અકસ્માત્ માર્ગમાં ચોતરફ ચળ અને અચળ ( ઉપર નીચે થતી) ઘી ચોળીચ રહેલી અત્યંત સૂક્ષ્મ એવી લાખે દેડકીઓ તેના જેવામાં આવી. તે જોઈ દયાળુ સોમે વિચાર કર્યો કે–“જે હું શીધ્રપણે પર્વત ઉપર જઇશ, તે આ સુભટો મને ગ્રહણ કરી શકશે નહીં. કારણ કે આ પર્વતને વિષમ અને ઉંચો પ્રદેશ અહીં નજીકમાં જ છે. પરંતુ શીધ્ર ચાલવાથી મારા પગ વડે આ દેડકીઓ મરી જશે, માટે અંગીકાર કરેલા વ્રતને તો પ્રાણ ત્યાગ થાય તો પણ હું તજીશ નહીં.” ઇત્યાદિક વિચારીને સાગારી અનશન ગ્રહણ કરી તે સાત્વિક સોમ કાર્યોત્સર્ગવડે ત્યાંજ સ્થિત થઈ પરમેષ્ટીના ધ્યાનમાં રહ્યો. તેટલામાં ભીમ વિગેરે દૂર સુભટો તેની પાસે આવી પહોંચ્યા, અને તેને હણવાની ઈચ્છાથી તેના પર તેઓએ વિવિધ પ્રકારના શસ્ત્રોના પ્રહાર કર્યા. પરંતુ તેના શરીર ઉપર એક પણ શસ્ત્રનો પ્રહાર લાગે નહીં. ઉલટી આકાશમાંથી તેના પર પુષ્પની વૃષ્ટિ થઈ અને આકાશમાં દુંદુભિનો શબ્દ થયે. આવી હકીકત જોઈ તેઓ હૃદયમાં વિસ્મય પામ્યા, તેટલામાં તેમના મસ્તક પર ચોતરફથી પથ્થરો પડવા લાગ્યા. તે પથ્થરેથી હણાતા તેઓ આક્રંદ કરતા અને ભયથી વિહળ થયા છતા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust