________________ (.70) જયાનંદ કેવળી ચરિત્ર. નાંખેલા કામદેવનો ત્યાગ કરી તેની બે આઓ રતિ અને પ્રીતિ 'નિ:સપન સુખ મેળવવા માટે આ વિમળા અને કમળાના મિષથી જૂદા જૂદા ભર્તારને પામી હોય એમ લાગતું હતું અને રતિ પ્રીતિની જેવી તે સંદર્યવાળી હતી. એકદા રાત્રે સુખે સુતેલી વિમળાએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે –“સિંહ સહિત સુકર (મુંડ) પોતાની પાસે આવ્યો. તેમાં સૂકર પિતાના મેળામાં બેઠે અને સિંહ કેઈ અન્ય સ્થળે ચાલ્યો ગયો. આવું સ્વપ્ન જોઈ જાગી ગયેલી વિમળાએ તે સ્વપ્ન યથાર્થ રીતે ભર્તારને કહી બતાવ્યું. તે સાંભળી જય રાજાએ તેણુને કહ્યું કે-“ગુણે કરીને સૂકરના જે તારે પુત્ર થશે અને ગુણે કરીને સિંહના જેવો પુત્ર કોઈ બીજી સ્ત્રીને થશે. પરંતુ તે બન્ને પુત્રને પરસ્પર પ્રીતિથી સાથે રહેવાનું થશે.” આ પ્રમાણે સ્વપ્નનું ફળ સાંભળી વિમળા હર્ષ અને ખેદ યુક્ત થઈ. - અહીં વસુસાર પુરોહિતનો જીવ કે જે ધૂમકેતુ સુર થયે હતો તે પોતાનું જ્યોતિષ્કનું આયુષ્ય પૂર્ણ કરી તે જ રાત્રિને વિષે વિમળાની કુક્ષિમાં ઉત્પન્ન થયો. તે ગર્ભના પ્રભાવથી તેની માતા વિમળાને હિંસા અને દ્વેષ વિગેરે કરવાના દેહદ ઉત્પન્ન થયા, તથા જૂરતા, અન્યાય અને કઠોરતા વિગેરે દોષ ઉત્પન્ન થયા. અનુક્રમે ગર્ભસમય પૂર્ણ થયે વિમળા રાણીએ પુત્ર પ્રસચૅ. દાસીએ રાજાને તેની વધામણી આપી. ત્યારે રાજાએ તેને મોટું દાન (ઈનામ) પી પુત્રને જન્મોત્સવ કર્યો. તેની માતાએ સ્વપ્નમાં માત્ર સિહનેજ જોયો ન હતો, તે પણ પુત્રને સિંહના ગુણે પ્રાપ્ત થાય તેવી આશાથી રાજાએ તેનું સિંહસાર નામ પાડયું. એકદા કમળા પણ રાત્રિએ સુખ સહિત સુતી હતી, તે વખતે તેણીએ આ પ્રમાણે સ્વપ્ન જોયું કે–સિંહ અને સૂકર બને પિતાની પાસે આવ્યા. તેમાંથી સુકર કોઈ અન્ય સ્થળે ચાલ્યા ગયો, અને સેમ્ય દષ્ટિવાળ તથા બળવાન એવો સિંહ તેના ખોળામાં બેઠે.” આ પ્રમાણે સ્વપ્ન જોઈ કમળા જાગી ઉઠી, તેનું શરીર હર્ષથી ઉસ પામ્યું, પછી તેણીએ તે સ્વપ્નનું વૃત્તાંત પોતાના 1 શકય રહિત એવી સ્ત્રીને જે સુખ છે તે સુખ.. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust