________________ - ચતુર્થ સર્ગ. " (73) ઉદ્વેગ પમાડનાર, ધર્મરહિત, દુર્ભાગી, કાંઈક અવિનયવાળો અને અપ્રિયંવદ એટલે કઠોર વચન બોલનારે હતું. અને યુવરાજને પુત્ર જયાનંદ તે રૂપવડે કામદેવને તિરસ્કાર કરનાર, લીલાવડે મનોહર લાવણ્ય કરીને સારા ભાગ્યવાળે, ધર્મને વિષે શુદ્ધ બુદ્ધિવાળે, વિનયવાળે, સત્ય વાણું બેલનારે, શૂરવીર, પરોપકારી, પ્રિય વચન બોલનારે, સ્વભાવે ઉદાર, સર્વજ્ઞના ધર્મને રાગી, કૃતજ્ઞ અને લોકપ્રિય હતે. લોકોના મુખથી શ્રી જયાનંદના ગુણોને સાંભળી સિંહસાર કુમાર પોતાના મનમાં ખેદ પામી શ્રી જયાનંદ ઉપર કૃત્રિમ પ્રીતિ રાખવા લાગ્યો. પરંતુ શ્રી જયાનંદ એક દષ્ટિવાળો હોવાથી તે સિંહસાર કુમાર ઉપર પણ અકૃત્રિમ પ્રીતિને ધારણ કરતા હતા. કહ્યું છે કે - " सर्वो हि स्वानुमानेन, गुणान् दोषांश्च पश्यति / ईक्षते गुणिनं गुण्यः, सर्व पापश्च पापकम् / / " “સર્વ કોઈ મનુષ્ય પોતાના અનુમાન કરીને ગુણ અને દોષ જુએ છે. ગુણ માણસ સર્વને ગુણ જુએ છે અને પાપી માણસ સર્વને પાપી જુએ છે.” એકદા તે બન્ને કુમારે વસંત તુમાં કીડા માટે ઉદ્યાનમાં રાત્રી રહ્યા હતા. ત્યાં રાત્રીને સમયે તેમણે કોઈ ઠેકાણે દિવ્ય ગીત અને વાજિંત્રને ધ્વનિ સાંભળ્યો. એટલે તરતજ સાહસિક એવા તે કુમારે કેતુકથી તે શબ્દને અનુસારે ચાલતાં દૂર રહેલા કીડાપર્વતના શિખર પર પહોંચ્યા. ત્યાં કાયોત્સર્ગ કરી ધ્યાનમાં લીન થયેલા કેઈ મુનિની પાસે કાંતિવડે સૂર્યનો તિરસ્કાર કરનાર એક દેવ દેવીઓ સહિત તેમના જેવામાં આવ્યા. તે દેવ પડતા વગાડતો હતો, એક દેવી નૃત્ય કરતી હતી, તથા બીજી ત્રણ દેવીઓ અનુક્રમે તાલ, વીણા અને વાંસળી વગાડતી હતી. તે સર્વે ઘણી ભક્તિથી સાધુના ગુણ ગાતા હતા. આ પ્રમાણે ત્યાં તે બન્ને કુમારોએ વિશ્વને મેહ પમાડનારૂં નાટક જોયું. તેવામાં સમતાભાવે રહેલા તે 10 PP.AC. Gunatnasuri M.S. Jun Gun Aaradhak Trust