________________ (72) જયાનંદ કેવળી ચરિત્ર. વધામણું આવવાથી મનોહર દેખાતી હતી. બંદીજનો જય જય શબ્દ કરી રહ્યા હતા, ગીત અને નાટયવડે મનોહર લાગતી હતી, તેમાં એકીવખતે વગાડેલા અનેક વાજિંત્રના શબ્દવડે દિશાએ પણ મધુર શબ્દ કરતી હતી, વળી મોટાં દાન દેવાતાં હોવાથી સમગ્ર પ્રજા પણ આનંદ પામતી હતી, તથા તે ઉત્સવની શ્રેણિમાં ઈચ્છાનુસાર ધનની પ્રાપ્તિથી પ્રસન્ન થયેલા યાચક શુભાશીષ દેતા હતા. તે વખતે માનવીર રાજાએ તે બંને રાજાને દંડ આપી તેમની આજ્ઞા અને સેવા અંગીકાર કરી. તેથી તેમણે તેને છોડી મૂકે, તથા બીજા પણ બંદીખાને રહેલા સર્વ કેદીઓને છોડી મૂક્યા. આ પુત્રનો જન્મ શત્રુનો વિજય કરનાર હોવાથી તથા દાન અને સન્માનાદિકવડે સર્વ જનોને આનંદદાયક હોવાથી તે બન્ને રાજાઓએ પ્રસન્ન થયેલા સર્વ સ્વજનોની સંમતિથી સર્વ શુભ લક્ષણવડે શેલતા અને ભાગ્ય તથા સિભાગ્યના સમૂહવાળા તે પુત્રનું શ્રીજયાનંદ એવું નામ પાડયું. . ત્યારપછી ધાત્રીઓ વડે લાલન પાલન કરાતા તે રાજા અને યુવરાજના અને પુત્ર માતપિતાના મનોરથોની સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે વિચિત્ર પ્રકારનાં રમકડાંઓ વડે કીડા કરતા તથા પ્રાયે કરીને સાથે જ રહેતા તે બન્ને કુમારે કળા ગ્રહણ કરવાને ગ્ય થયા, એટલે તે બનેને રાજાએ બુદ્ધિમાન કળાચાર્યને સંપ્યા. કળાચાર્યું પણ અનુક્રમે શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સર્વ કળાએ તેમને શીખવી. તેમાં આચાર્યના જ્ઞાન પ્રમાણે અને પોતાના ભાગ્ય પ્રમાણે તે બન્ને કુમારે કળામાં નિપુણ થયા. રાજાએ ધનદિકવડે આચાર્યને સારી રીતે સત્કાર કર્યો. હવે યુવાવસ્થાન પામેલા તે અને કુમાર સાથે જ તેને અન્ય નુસરી ઉચિતતા પ્રમાણે કીડા કરવાના સરોવર, વાવ અને વનાદિકને વિષે મિત્રો સહિત ક્રીડા કરવા લાગ્યા. કુળાદિક સામગ્રી સરખી છતાં પણ તે બન્ને કુમારની પ્રકૃતિમાં માટે તફાવત હતો. કારણ કે મનુષ્યને સ્વભાવ કર્મના ભેદને લઈને ભિન્ન ભિન્ન પ્રકારનો હોય છે. સિંહસાર કુમાર ફરતામાં આસકત, અન્યાયાદિકવડે લેકેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust