________________ જયાનંદ કેવળી ચરિત્ર. - અવસરે દક્ષિણ શ્રેણિમાં આવેલા રથનપુર નામના મુખ્ય - નગરમાં સમગ્ર વિદ્યાધરોથી સેવા વહિવેગ નામનો રાજા હતો. તેની પાસે તે સર્વ વિદ્યાધરોએ જઈ પિતાની કન્યાના હરણ સંબંધી વૃત્તાંત નિવેદન કર્યું, કારણ કે તે તેમને સ્વામી હતા. તેની વાત સાંભળી તે ખેચરેંદ્ર ક્રોધ પામી પિતાના દૂત દ્વારા ચક્રીને કહેવરાવ્યું કે -" બળાત્કારથી હરણ કરેલી કન્યાઓને તછ ઘા, અથવા રુદ્ધને માટે તૈયાર થાઓ.” આ તેનું કહેવું ચકીએ ભૂખ્યા ને નિમંત્રણ કરવા જેવું માન્યું. તેથી તે ચકી સૈન્ય સહિત રથનપુર નગર પાસે આવ્યા. તેના સામે બળથી ઉદ્ધત એ વહિવેગ પાણુ તત્કાળ યુદ્ધ કરવા નીકળે. એટલે તે બનેના સિન્યનું ભારે યુદ્ધ થયું. તેમાં વન્ડિગે પતિ અને હાથીઓ ઘણું મરણ પામેલા જયા, એટલે દયા આવવાથી તેણે ચકીને કહ્યું કે –“આપણે પરમ શ્રાવક થઇને શા માટે ફગટ પત્તિ અને હાથીઓ વિગેરેને મરવા દેવા જોઈએ ? સૈન્યના યુદ્ધથી સર્યુ, વીરમાં શ્રેષ્ઠ એવા આપણે બે જ યુદ્ધ કરીએ, કારણ કે જીતવાની ઇચ્છાવાળા વીર પુરૂષો બીજા કેઈને વિજયનો સંવિભાગ આપવા ઈચ્છતા જ નથી.” આ પ્રમાણેનું તેનું કહેવું ચક્રીએ અંગીકાર કર્યું, તેથી તે બને એ ચિર કાળ સુધી શર, ખ, દંડ અને ગદાવડે યુદ્ધ કર્યું. પરંતુ સમાન પરાકમાં હોવાથી કેઈએ કેઈને જ નહીં. બે સિંહનું યુદ્ધ થાય, તેમાં જલદીથી કણ કોનાવડે જીતાય? ત્યારપછી ચકીએ ખેદ પામી ચકનું સ્મરણ કર્યું, એટલે તરતજ જાજ્વલ્યમાન ચક તેની. પાસે આવી હાજર થયું. ચકીએ સર્વ બળથી તે ચકેવડે વહિવેગને હૃદયમાં પ્રહાર કર્યો. તેથી વાયુવડે ઉખેડેલા જીર્ણ વૃક્ષની જેમ તે વન્હિવેગ મૂછ ખાઈ પૃથ્વી પર પડ્યો. તેને સાધમિક બુદ્ધિથી ચકી પોતાના લગ્નના છેડાવડે પવન નાખવા લાગ્યા. થોડા વખતમાં બળવાન વન્તિવેગ સંજ્ઞા પામી ઉસે થયે. “વજીની કાયાવાળા વીરે શુદ્ધ શ્રાવકની જેમ ચિરકાળ સુધી મૂછને ભજતા નથી.” 1 જેમ શ્રાવક ચિરકાળ સુધી મૂર્છા એટલે પરિગ્રહને ભજતા નથી, તેમ વીર મૂછ એટલે અસંતીપણાને ભજતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust