________________ તૃતીય સર્ગ. વિચાર કરવા લાગ્યું કે-“અહો! સર્વ જીવો પોતે જ કરેલા કર્મવડે આ લોક અને પરલોકમાં આવાં દુઃો સહન કરે છે. (અનુભવે છે) તે વખતે ધ્યાનમાં રહેલા આને મેં મૂઢ પરાભવ ન કર્યો હોત તો આ દુઃખ મને પ્રાપ્ત થાય નહીં. તેથી તેમાં મારે જ દેવ છે. જેમ આ કરેલું દુષ્ટ કર્મ તત્કાળ ફળદાયી થયું, તે જ રીતે આરંભાદિક વડે બાંધેલાં કર્મો પણ જરૂર ફળદાયક થશે, તેથી આ મહા આરંભવાળા રાજ્યનો ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરૂં.” એ પ્રમાણે વિચારી ધીર બુદ્ધિવાળા તેણે તત્કાળ પિતાના મસ્તકને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. તત્કાળ તે ભાવમુનિને શાસનદેવતાએ તેના બંધનો છેદીને મુનિષ આપે. એટલે તે દ્રવ્ય અને ભાવ એમ બન્ને પ્રકારે સાધુ થયા. પછી સર્વને વિષે સમદષ્ટિવાળા તે રાજર્ષિ તે જ ઠેકાણે કાત્સગે રહ્યા. “તેજ ભવમાં સિદ્ધિ પામનારા ધીર પુરૂષોને વિષે આ શતકંઠમુનિ પુરા સાત્ત્વિક વૃત્તિવાળા હતા.” પ્રાત:કાળે આ વૃત્તાંત રક્ષકો પાસેથી જાણી વિસ્મય પામેલા ચકીએ અને સૈન્ય સહિત ત્યાં આવી તે મુનિને નમસ્કાર કર્યા. તે સુનિની સ્તુતિ કરી તથા તેને ખમાવી શકીએ લંકામાં પ્રવેશ કર્યો. ત્યાં શતકંઠના પુત્ર શ્રીકંઠે ચકીની આજ્ઞા અંગીકાર કરી, એટલે ચકીએ તેને લંકાના રાજ્યપર સ્થાપન કર્યો. શ્રીકંઠે તેને સર્વ ગુણવાળી સે કન્યાઓ આપી. તેની સાથે તે હર્ષથી પરો. પછી તેણે તે દ્વીપના બીજા સર્વ રાજાઓને લીલામાત્રથી જ જીતી લીધા. ત્યારપછી સર્વ સ્ત્રીઓને લઈ તે ચકી વૈતાઢ્ય પર્વત પર ગયા, ત્યાં દક્ષિણ એણિમાં એક મોટા સરવર ઉપર રહ્યા. તે સરોવરમાં વિદ્યાધર રાજાઓની ઉત્તમ રૂપવાળી હજાર કન્યાઓ ક્રિડા કરવા આવી હતી. તે સર્વે ચકી ઉપર રાગવાળી થઈ, તે જાણી શકીએ તેમનું હરણ કર્યું, તે વૃત્તાંત પ્રતિહારીઓએ તેમના પિતાઓને નિવેદન કર્યું, ત્યારે તે સર્વ વિદ્યાધર રાજાઓ ત્યાં આવી ચકીની સાથે યુદ્ધ કરવા, લાગ્યા. તેમને ચક્રીએ કાગડાની જેમ માડી મુક્યા. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust