________________ - નતીય સ. તે વખતે તે રાજાનું આવું સત્વ જોઈ તેના મંત્રી વિગેરે પાંચસો જનેએ ગુરૂના વચનથી પ્રતિબંધ પામી ભેગની સ્પૃહા રહિત થઈ હર્ષથી દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળી તે રાજાની અંત:પુરની પાંચસો પ્રિયાએ ત્યાં આવી, અને ગુરૂના વચનથી પ્રતિબોધ પામી તે સર્વેએ પણ પ્રવજ્યા ગ્રહણ કરી. ત્યારપછી તે રાજર્ષિને ખમાવી ચક્રીએ તેના પુત્રને રાજ્યપર સ્થાપન કર્યો, અને તેની જ વાણુથી તે આઠે કન્યાઓને પરણું ચક્રી પોતાની નગરીએ ગયે. એકદા ચક્રીએ વિચાર્યું કે–“ભૂચર રાજાઓમાં આ એક શ્રીચંદ જ મહા બળવાન હતો. તેને જીતવાથી બીજા સર્વ રાજાઓ છતાયા જ છે. તો હવે ફોગટ કીડાને કુટવાથી (મારવાથી) શું ફળ છે? હવે તો મહા બલિષ્ઠ વિદ્યાધરેંદ્રોને જ જીતવાની જરૂર છે.” એમ વિચારી શતકંઠના અપરાધનું સ્મરણ કરી તે ચક્રી ક્રોધથી લંકા નગરી તરફ ચાલ્યા. ચર પુરૂષોથી તેને આવતો જાણે લંકાપતિએ પિતાની નગરીની ચોતરફ વિદ્યાએ કરીને સાઠ રોજન પ્રમાણ અગ્નિનો દુર્ગ કર્યો. અજાણ્યા માણસ ન જઈ શકે એવા તે દુર્ગને વિષે અથડાઈને બળતા એવા અગ્રસૈનિકોએ પાછા વળી તે વૃત્તાંત ચક્રીને નિવેદન કર્યો. ત્યારે તે ખેચરે જે જવાલિની વિદ્યાવડે અગ્નિને બુઝાવી તે દુર્ગને વજના મુદ્દગરવડે મૃત્તિકાના વાસણની જેમ ભાંગી નાખે. દુર્ગ ભાંગીને નગરમાં આવતા ચકાયુધ રાજાને જાણી અત્યંત ગર્વિષ્ટ શતકંઠ રાજા મોટા સૈન્ય સહિત તેની સામે નગર બહાર નીકળે, પછી બાહુબળવડે અત્યંત ઉન્મત્ત થયેલા સુભટને જાણે ઉત્સવ હોય તે તે બન્ને સૈન્યને જગતને ભયકારક એ ઘોર સંગ્રામ થયો. તે વખતે એક ક્ષણવારમાં સુભટનાં શસ્ત્રસમૂહથી પાડી નાંખેલા હાથી, અશ્વ અને પત્તિઓએ કરીને તે રણભૂમિ યમરાજની ક્રીડાભૂમિ જેવી થઈ ગઈ. આ પ્રમાણે ઘેર યુદ્ધ થતાં લંકાપતિનું સૈન્ય ભાંગ્યું, ત્યારે શતકંઠ પોતે જ પોતાના સિન્યને ધીરજ આપી લડવા ઉભે થયે. જ્યારે મેઘની જેવા ઉન્નત વીર શતકંઠે બાણની વૃષ્ટિ કરી ત્યારે જાંબુના ફળની જેમ સુભાટેના 1 સૈન્યની આગળ રહેલા. .. . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust