________________ તતીય સર્ગ. .. (59) જે, અને તે વાત તેણીએ રાજાને કહી. ત્યારે રાજાએ તેણીને કહ્યું . કે–“તને ચક્રવતી જેવો પુત્ર થશે.” તે સાંભળીને તે હર્ષ પામી. હવે નરવીર રાજાને જીવ કે જે દેવ થયેલ છે તે દેવનું આયુષ્ય પૂર્ણ થયું ત્યારે મહાશુક્ર દેવલોકથી આવીને તે માલિનીની કુક્ષિમાં અવતર્યો. ત્યારપછી સારે દિવસે અને શુભ મુહુતે તેણીને સર્વ લક્ષવડે મને હર એવા શરીરના તેજવડે દિશાઓને પ્રકાશિત કરતો પુત્ર જન્મે. તે વખતે તેના પિતાએ વધુપન સહિત, વાજિંત્રના નાદમય અને દાનાદિકવડે જનસમૂહને આનંદ આપનાર તેને જન્મત્સવ કર્યો. ત્યારપછી પિતાએ મનહર આકૃતિવાળા અને નેત્રને આનંદ આપનારા તે પુત્રનું માતાના સ્વપ્ન અનુસારે ચકાયુધ નામ પાડયું. ધાત્રીઓ વડે લાલન પાલન કરાત અને પ્રિયદર્શનવાળા આ બાળક પ્રજાના મનોરથની સાથે કલ્પવૃક્ષના અંકુરાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યા. શ્રેષ્ઠ અને તીક્ષણ બુદ્ધિવાળો તે કુમાર એગ્ય સમયે કળાચાર્ય પાસેથી શાસ્ત્ર અને શસ્ત્રને અનુસરતી સમગ્ર કળાઓ પ્રયાસ વિનાજ શીખી ગયો. પછી સમય આવ્યો ત્યારે સૌભાગ્યના નિધાનરૂપ અને વિનયવાળા તે કુમારને તેના પિતાએ પ્રજ્ઞપ્તિ વિગેરે હજારો વિદ્યાઓ આપી; કુમારે પણ તે સમગ્ર વિદ્યાઓ વિધિપ્રમાણે ક્રીડામાત્રથી જ સાધી લીધી, તેથી તેના ભાગ્ય અને સત્વવડે તત્કાળ તે સર્વ વિદ્યાઓ સિદ્ધ થઈ. કારણ કે “તે વિદ્યાની સિદ્ધિ ભાગ્ય અને સત્ત્વને આધીન છે.” તે કુમારને માત્ર સ્મરણ કરવાથી જ અનેક દિવ્ય શસ્ત્રો પણ સિદ્ધ થયાં. “તેવા પુરૂષોને પૂર્વ પુણ્યના પ્રભાવથી શું દુ:સાધ્ય છે?” અનુક્રમે પિતાએ તેની સાથે રૂપવડે અપ્સરાઓને જીતનારી વિદ્યાધરની સેંકડો 'સ્વયંવરા કન્યાઓ પરણાવી. અપ્સરાઓની સાથે પજયંતની જેમ સ્નેહથી આદ્ર ચિત્તવાળી તે સ્ત્રીઓ સાથે તેણે સર્વ પ્રકારના અદ્વૈત ભેગસુખનો ચિરકાળ અનુભવ કર્યો. - 1 પ્રિય છે દર્શન જેનું એ. ર જેમ જેમ આ બાળક વૃદ્ધિ પામતે હતા તેમ તેમ તેના સંબંધી પ્રજાના મનોરથો પણ વૃદ્ધિ પામતા હતા. 3 કષ્ટવડે સાધી શકાય તેવું. પિતાની જાતે વરને પસંદ કરનારી. પછદ્રના પુત્રનું નામ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust