________________ (58) જયાનંદ કાળી ચરિત્ર. તથા પૂર્વ પશ્ચિમ સમુદ્રને સ્પશીને રહેલો છે. તે પર્વત ઉપર અરિહંતના ગુણને ગાનારા ક્રીડા કરતા કિન્નરના યુગલના ગીતના પ્રતિ ધ્વનિવડે જાણે ગુહાઓ પણ ગાતી હોય એવો ભાસ થાય છે. તે પર્વત ઉપર પહેલી બે શ્રેણિઓમાં વિદ્યાધરોના સુવર્ણના અને રત્નના ઘરેએ કરીને પચાસ તથા સાઠ નગરે શોભે છે. બીજી બે શ્રેણિમાં સાધના કપાળ અને આભિગિક (તિર્યંગ સક) દેવના વિવિધ મણિમય આલ (આવાસ) છે. તથા સિદ્ધાયતન સહિત સિદ્ધફૂટ વિગેરે નવ ફૂટને ધારણ કરતું તે પર્વતનું શિખર ક્રીડા કરતા દેવ અને દેવીઓના સમૂહવડે શેભે છે. હવે આ પર્વત ઉપર પ્રથમની બે શ્રેણિ પૈકી ઉત્તર શ્રેણિને વિષે મણિ અને સુવર્ણમય મહેલો વડે નિરંતર પ્રકાશવાળું અને મનહર ગગનવલ્લભ નામનું મુખ્ય નગર છે. તે નગરમાં સૂર્ય કરતાં પણ અધિક પ્રકાશવાળા મણિમય મહેલેવડે નિરંતર પ્રકાશ હોવાથી માત્ર કોકપક્ષીઓ જ દિવસ અને રાત્રિના વિભાગને જાણે છે, પરંતુ ત્યાંના લેકે જાણતા નથી. તે નગરમાં ધર્મથી ઉલાસ પામતી અર્થ અને કામની સંપદાને જોઈને માણસે તેનું કારણ અને કાર્યપણું સાક્ષાત્ અનુભવે છે. તે નગરનો સ્વામી સર્વ વિદ્યાધરેમાં અગ્રેસર સહસ્ત્રાયુધ નામે રાજા હતા. તે પોતાની પ્રજાને નિરંતર આનંદમય કરતો હતો. વિશ્વને વિષે પ્રકાશિત કાંતિવાળા તેના પ્રતાપને અને સૂર્યને માત્ર એટલેજ ભેદ હતો કે પહેલો નિરતર ઉદય પામેલો હતો અને બીજે અન્યથા પ્રકારનો હતો (એટલે કે રાત્રે અસ્ત થવાથી નિરંતર ઉદય પામેલ નહતો). તે રાજાને શીલાદિક ગુણના સમૂહવાળી માલિની નામની પ્રિયા હતી. તેણુનું અંત:કરણ પતિ ઉપર અનુરાગવાળું (પ્રીતિવાળું) હતું અને તે દયાએ કરીને સહિત હતી. એકદા તેણુએ સ્વપ્નમાં ચક્રવતીને 1 દશ યોજન ઊંચે જઈએ ત્યારે. 2 દક્ષિણ એણિમાં. 3 ઉત્તર શ્રેણિમાં 4 બીજા દશ યોજન ઉંચે જઈએ ત્યારે. 5 પાંચ યોજન ઉપર ગયા પછી. 6 ધર્મનું કારણ પણે તથા અર્થ અને કામનું કાર્ય પણું. 7 રાજાને પ્રતાપ. 8 સૂર્ય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust