________________ (46) જયાનંદ કેવળ ચરિત્ર, સ્ત્રીનું સેવન કર્યું. આ રીતે પ્રાચે કરીને મેં કેને અસ્થાને (અગ્ય સ્થાને) પગલું નથી ભરાવું? ત્રણ ભુવનનું મથન કરવાની વિધિમાં મારા બાણને યે શ્રમ લાગે તેવું છે ? કાંઈ જ શ્રમ નથી.”(આ પ્રમાણે પ્રબોધ ચંદ્રોદય નામના નાટકમાં કામદેવનું વચન છે.) અથવા તો આ સર્વ દોષ નાસ્તિકમતિ પુરોહિતનો જ છે, કે જેણે આ મુગ્ધ (ભેળા) રાજાને વિવિધ પ્રકારના દુષ્ટ પ્રપંચવડે ભમાવ્યો છે. કહ્યું છે કે–દુષ્ટ માણસ સત્પરૂષના હૃદયમાં પ્રવેશ કરે છે તે જ વખતે તેના હૃદયને ફાડી નાંખે છે, કારણ કે દૂધની અંદર કાંજી પડવાથી તે દૂધ હજાર પ્રકારે ફાટી જાય છે. પરંતુ ધર્મને જાણનારા માટે બીજાને દોષ દે કે બીજાપર રોષ કરે યોગ્ય નથી. કારણ કે સર્વ કેઈને પોતાનું કરેલું કર્મ જ સુખ દુઃખને આપનાર છે. કહ્યું છે કે - किं कषायकलुष कुरुषे स्वं, केषुचिन्ननु मनोऽरिधियाऽऽत्मन् / कर्मतोऽधिकममी न ददन्ते, तच्च मूढ विहितं भवतैव // 16 // “હે આત્મા! કેટલાક પ્રાણીઓ ઉપર શત્રુની બુદ્ધિ રાખીને તું તારા મનને કષાયવડે લૂષિત શામાટે કરે છે? કારણ કે તેઓ તારા કર્મથી અધિક દુઃખ આપી શકતા નથી, અને તે કર્મ તો હે મૂઢ! તેં પોતે જ કરેલાં છે.” હમણું રાજા વિપરીત થવાથી મારું રક્ષણ કરનાર કેઈનથી અને બન્ને પ્રિયાઓના શીળની રક્ષાનો ઉપાય પણ કાંઈ સૂજતો નથી. તેથી અત્યારે તો ચિરકાળથી આરાધે જેનધર્મ જ અમારૂં શરણ હો. કારણ કે તે ધર્મનું શરણ અંગીકાર કરનારને દેવતાઓ વાંછિત અર્થ આપનારા થાય છે. ધર્મ અંગીકાર કર્યાના દિવસથી આરંભીને આજ સુધી કોઈ પણ વખત મેં મનવડે પણ શીળ અને સમકિતની કાંઈ પણ વિરાધના ન કરી હોય તે મારી વિપત્તિ શીવ્ર નાશ પામો.” . આ પ્રમાણે વિચાર કરી સર્વવડે યુક્ત એવે તે મંત્રી કાર્યોત્સર્ગે રહો. તત્કાળ તેના પ્રભાવથી આકર્ષણ કરાયેલી શારાદેવી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust