________________ દ્વિતીય સગ. 53 મજે, માળીએ ક્રોધથી તેવક ચાકરને કહ્યું કે–“હે મૂઢ ! તું જલદી કેમ નથી આવતો? શું તું બંધીખાનામાં બંધાયો હતો? રાજાને દેવપૂજાને અવસર વીતી જાય છે તેની ખબર પડતી નથી?” આવું તેનું વચન સાંભળી તે ચાકર પણ ક્રોધ પામી, પુષ્પને ભારે પૃથ્વી પર પડતો મૂકી દેશાંતરમાં ચાલ્યો ગયો. અને ત્યાં તેવા પ્રકારને સંગ મળવાથી તે તાપસ થઈ ગયા. હવે તે માળી પણ અતિ ક્રોધી હેવાથી તે દુષ્ટ પ્રકૃતિવાળા ચાકરની ઉપેક્ષા કરી પુષ્પને ભાર પિતે ઉપાડી નગરમાં ગયે અને તેણે તે પુષ્પો રાજાને આપ્યાં. અનુક્રમે જિનપૂજાના પ્રભાવથી તે માળીની લક્ષ્મી વૃદ્ધિ પામવા લાગી. કારણ કે ભાવથી કરેલી જિનપૂજા આ ભવમાં પણ કલ્પલતા સમાન છે. લક્ષ્મી વિગેરેની વૃદ્ધિ થવાથી તે ત્રણેને વિશેષ ભાવના ઉત્પન્ન થઈ. તેથી તેઓ હંમેશાં જિનેશ્વરની અધિક અધિક પૂજા કરવા લાગ્યા. હે મંત્રી ! અનુક્રમે તે માળી આયુષ્ય પૂર્ણ કરી મરણ પામીને તું થયો છે. અને તારી પુર્વભવની જે બે પત્નીઓ હતી તે આ ભવમાં પણ તારી પત્નીઓ થઈ છે. તાપસ પણ અજ્ઞાનતપ કરી આયુષ્યનો ક્ષય થતાં પુરોહિત થયે છે, અને પૂર્વ ભવના સંસ્કારથી તે તારે દ્વેષી થયા છે. પૂર્વ ભવમાં “શું તું બંધીખાને બંધાય હતા? એવું વચન કહી તે તેનો તિરસ્કાર કર્યો હતો, તેથી તેણે આ ભવમાં તને ખોટો પ્રપંચ કરી રાજા પાસે કેદ કરાવ્યો હતે. હે બુદ્ધિમાન ભવ્ય ! વચન માત્ર કરીને પણ જે કર્મ ઉપાર્જન કરાય છે તે સાક્ષાત્ જોગવવું પડે છે, એમ જાણીને વચનગનો પણ સંવર કરે.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ કહ્યું-“હે મુનીશ્વર ! આપે જે કહ્યું, તે સર્વ જાતિસ્મરણ થવાથી હું તેજ પ્રમાણે જોઉં છું. અહો ! અવ્યક્ત જિનપૂજાનું પણ આ પ્રમાણે મનુષ્ય ભવના ભેગાદિકરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તો વ્યકત પૂજાનું તો કેવું ફળ થાય ?" આ પ્રમાણે મંત્રીને પૂર્વભવ સાંભળીને વિચાર કરતાં રાજા વિગેરે સર્વે ભવભીરૂ થઈ અધિક વૈરાગ્ય પામ્યા. ત્યારપછી રાજા અને મંત્રી વિગેરે સર્વે શક્તિ પ્રમાણે સુખને કરનાર ધર્મ અંગીકાર કરી કેવળીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust