________________ 50 જયાનદ કેવળી ચરિત્ર. શુતો નથી?” મંત્રીએ કહ્યું-“ બીજા કોઈને છેતરવામાં પણ મહા પાપ છે, તો સ્વામીને છેતરવામાં શું કહેવું ? તેથી હે રાજા ! હું આપને સત્ય હકીકત કહું છું કે–તે મારી અને પ્રિયાએ દેષવાળી નથી, પણ સર્વ અંગે મનોહર જ છે. પરંતુ તે વખતે તેના શીળની રક્ષાને માટે દેવીએ તમને તેવા પ્રકારની (દષવાળી) દેખાડી હતી.” રાજાએ પૂછ્યું કે એમ શી રીતે બન્યું? ત્યારે મંત્રીશ્વરે કાત્સગદિક સર્વ પ્રથમ વૃત્તાંત કહી બતાવ્યો. તે સાંભળી રાજાએ વિચાર્યું કે–“અહો ! મારા ભાગ્યને લીધે દેવીએ મારાપર અનુકંપા કરી કે જેથી મને આ રીતે બંધ પમાડ્યો, પણ મને દુષ્ટને ભસ્મરૂપ કર્યો નહીં.” ત્યારપછી રાજાએ મંત્રીની સમક્ષ તે ત્રણેના અદ્દભુત ધર્મના પ્રભાવની પ્રશંસા કરી અને અકૃત્ય કરનારા પિતાના આત્માની નિંદા કરી. આ પ્રમાણે સમકિત અને શીળ વિગેરેનું માહાસ્ય જાણું તે નગરના લગભગ સર્વ મનુષ્યએ પોતાની સર્વ શકિતવડે જેના ધર્મ અંગીકાર કર્યો. એકદા રાજાએ ગુરૂ પાસે પરસ્ત્રીની ઈચ્છા કરવાથી ઉત્પન્ન થયેલા પાપની આલોચના કરી પ્રાયશ્ચિત્તાદિક વડે ઘણું પાપ ખપાવ્યું. ધર્મને વિષે ઉત્પન્ન થઈ છે દ્રઢતા જેને એવા તે રાજાએ નગરે નગર અને ગામે ગામ પ્રત્યે અંગધારી જાણે પુણ્યના સમૂહ હોય તેવા અનેક ચૅ કરાવ્યા. મુનિજનો અને ગુરૂજનોને ભક્તિથી પૂજવા લાગ્યા. સાધમી એનું દાણ મુક્ત કરી વાંછિત . આપવાવડે તેમને સુખી કર્યા. તીર્થયાત્રા વિગેરે પુણ્યનાં અનેક કાર્ય ક્યા. દીનજનોને પુષ્કળ દાન આપ્યું અને તે દયાળુ રાજાએ પોતાના સમગ્ર દેશમાં અમારીને (જીવદયાને) પડહ વગડા-અમારી પ્રવર્તાવી. આ પ્રમાણે નિરંતર ઉચિત રીતે કરેલા સમગ્ર પુણ્યકાર્યવડે સમયને નિર્ગમન કરતા રાજાએ યશવડે આખું જગત પુરી દીધું. એજ રીતે બને પ્રિયા સહિત ઉત્કટ શુભ ભાવવાળા મંત્રીએ પણ પોતાની સર્વ શકિતથી વિશેષ કરીને અનેક પુણ્યનાં કાર્યો કર્યો. રાજા અને મંત્રી બન્ને સાથે જ હમેશાં ત્રણ કાળ જિનેશ્વર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust