________________
૩૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
તેના બે ભેદ છે. (૧) દેશ સાંશયિક અને (૨) સર્વ સાંશયિક દેશ સાંશયિક શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલા પદાર્થોને વિષે કોઇક પદાર્થમાં શંકા રાખ્યા કરવી. આમ તે હોતુ હશે ? આવું તે કહેવાય ? આ બર્નજ શી રીતે ? ભલે ભગવાને કહ્યું માટે માની લઇએ બાકી બને નહિ ! આવી વિચારણાઓ કર્યા કરવી તે દેશ સાંશયિક.
સર્વ સાંશયિક - શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા દરેક પદાર્થોમાં સંશય રાખ્યા જ કરવો એટલે શંકા રાખ્યા જ કરવી એ રીતે જ સ્વભાવ પાડી તે પદાર્થો સાંભળવા-બોલવા-વિચારવા તે સર્વ સાંયિક મિથ્યાત્વ કહેવાય છે.
આ મિથ્યાત્વમાં પણ પાંચે પ્રકારના જીવો હોય છે. એક જાતિભવ્ય સિવાયના જાણવા.
(૫) અનાભોગિક મિથ્યાત્વ :
અનુપયોગપણાથી રહેલું મિથ્યાત્વ તે અનાભોગિક મિથ્યાત્વ કહેવાય છે. આ મિથ્યાત્વ એકેન્દ્રિયથી અસન્ની પંચેન્દ્રિય સુધીનાં જીવોને હોય છે માટે આ મિથ્યાત્વના ઉદયવાળા છએ પ્રકારના જીવો હોય છે.
આ અભિગ્રહિક આદિ પાંચ પ્રકારના મિથ્યાત્વોમાં અનભિગ્રહીક મિથ્યાત્વ-રાંશયિક મિથ્યાત્વ અને અનાભોગિક મિથ્યાત્વ આ ત્રણ મિથ્યાત્વો મિથ્યાત્વનું ફલ નિપજાવવામાં આભિગ્રહીક મિથ્યાત્વ અને આભિનિવેષીક મિથ્યાત્વ આ બે મિથ્યાત્વોના જેટલા ભયંકર અને જોરદાર હોતા નથી.
સદુપદેશના યોગે પરિવર્તન પામવાનો ગુણ અને ગુરૂ પરતંત્ર બનવાનો ગુણ આ બન્ને ગુણોનો મિથ્યાત્વના ત્યાગમાં અને સમ્યક્ત્વના પ્રકટીકરણમાં ઘણો મોટો હિસ્સો હોઇ શકે છે. મિથ્યાત્વની ક્રિયાઓમાં અતિશય રકત એવા પણ મિથ્યાદ્રષ્ટિઓ (મિથ્યાદ્રષ્ટિ આત્માઓ) આ બે ગુણોના યોગે મિથ્યાત્વનું વમન કરીને પરમ સભ્યદ્રષ્ટિ બની શકે છે. આભિગ્રહિક મિથ્યાત્વ અને આભિનિવેરિક મિથ્યાત્વ એ બન્ને મિથ્યાત્વો