________________
૭૨
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
એ રીતે કુલઝમાગત, અનિન્ય અને ન્યાયયુકત અનુષ્ઠાનનું આસેવન કરીને વિત્તોપાર્જન કરનાર ગૃહસ્થને સર્વ અપાયની હાનિ અને સદુધર્મની વૃદ્ધિ થાય છે. કારણ એ છે કે-શુદ્ધ ધન થોડું પણ સત્પાત્રમાં વપન થવાથી અનન્ત પુણ્યને ઉપાર્જન કરાવનારૂં બને છે. ધર્મ કરવાને અધિકારી પુરૂષોનું વર્ણન કરતાં શાસ્ત્રકારોએ તેનું સૌથી પહેલું લક્ષણ- “જાયોપાનિત વિજોશો' કહેલ છે. શ્રી જિનમંદિરાદિ બંધાવનાર સહુરૂષો પણ ન્યાયપાક્તિ વિત્તના માલિક હોવા જોઇએ, એમ શાસ્ત્રકારોનું સ્પષ્ટ પ્રતિપાદન છે. અલ્પ ધનથી ધર્મ થાય કે અધિક ધનથી ધર્મ થાય ? એનો ઉત્તર શાસ્ત્રકારો એક જ આપે છે કે-ધર્મ થવામાં ધનની અલ્પાધિકતા એ મુખ્ય વસ્તુ નથી, ન્તિ ન્યાયોપાર્તિતા એ જ પ્રધાન વસ્તુ છે. ધર્મનું અનંતર કારણ. શુભ ભાવ છે અને શુભ ભાવની પ્રાપ્તિ ન્યાયપાક્તિ વિત્તથી જ સુલભ છે, પણ અન્યાયોપાર્જિત વિત્તથી નહિ. અન્યાયોપાર્જિત વિત્તના સ્વામિનું ચિત્ત અવ્યાકુલિત રહેવું, એ સુલભ નથી અને વ્યાકુલિત ચિત્તપણે થયેલું અનુષ્ઠાન એ સંપૂર્ણ શુભ ભાવનું ઉત્પાદક થઇ શકતું નથી.
આજના કાળમાં સટ્ટા કરીને ધનવાન થયેલા માણસોને ન્યાયપાક્તિ વિત્તવાન કહેવાય કે કેમ ? એ પ્રશ્નનો ઉત્તર પણ ઉપરોકત વિવેચનથી મળી રહે છે. ચિત્તની વ્યાકુલતા-રહિતપણે અનુષ્ઠાન કરનારો આમા જ શુદ્ધ ધર્મ આરાધવાને અધિકારી બની શકે છે. એ વ્યાકુલતાને હરનાર ઉપરોક્ત ત્રણ વિશેષણોવાળું અનુષ્ઠાન જ છે.
ધનોપાન માટે બીજી એક મહત્વની વસ્તુ ખ્યાલમાં રાખવાની છે અને તે એ છે કે-ગૃહસ્થોએ જે ધનઉપાર્જન કરવાનું છે, તેની પાછળ તેનો આશય તેને ધર્મનાં સાધનસ્વરૂપ સમજીને ઉપાર્જન કરવાનો હોવો જોઇએ, નહિ કે-કેવળ વિષયવિલાસ માટે કે લોભ અને તૃષ્ણાનો ખાડો પૂરવા માટેનો હોવો જોઇએ. કેવળ વિષયવિલાસ માટે ધનનું ઉપાર્જન થાય છે, તે બીજ ખાઇ જનાર ખેડુતના જેવું છે અને કેવળ લોભનો ખાડો કે તૃષ્ણાની ખાઇ પુરવા ખાતર ધન ઉપાર્જન તે હાથીનો વધ કરનાર સિંહના જેવું છે.