________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૧૧૩ ખોટું છે અને એ માટે ખાસ કરીને અભલોન તથા દુર્ભવ્યોનાં દ્રષ્ટાન્તો તો આંખ સામે રાખવા જેવા છે. સ્વરૂપશુઅનુષ્ઠાન :
આ બધી વાતોથી તમે એ વાત પણ સમજી શકયા હશો કે કોઇ પણ અનુષ્ઠાન દેખીતી રીતિએ સ્વરૂપથી શુદ્ધ હોય એટલે બાહા દ્રષ્ટિએ પાપવ્યાપારથી રહિત હોય, તો પણ તે અનુષ્ઠાન જો વિષયશુદ્ધ ન હોય તો, તેવા અનુષ્ઠાનની ગણના સાચાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનોમાં થઇ શકતી જ નથી. જે અનુષ્ઠાન અનુબધશુદ્ધ નથી હોતું પણ વિષયશુદ્ધ અને સ્વરૂપશુદ્ધ હોય છે, તે અનુષ્ઠાનમાં હોય છે તો યમો અને નિયમો આદિની જ આચરણા, પણ તે આચરણા ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ શાસ્ત્રોને અનુસરતી નથી હોતી, પણ લોકદ્રષ્ટિને અનુસરતી હોય છે. એનું કારણ એ હોય છે કે-એને આચરનાર આત્મામાં સમ્યજ્ઞાન અને સમ્યકુશ્રદ્વાનનો અભાવ હોય છે. સંસારથી ખૂબ ખૂબ વિરકત હોવા છતાં પણ સમ્યજ્ઞાનાદિના અભાવને કારણે તેવો આત્મા સુવિશુદ્ધ શાસ્ત્રને અનુસરતી પ્રવૃતિનું જ આલમ્બન કરવાને માટે સમર્થ બની શકતો નથી. જો કે-તેવો આત્મા રાંસારથી ખૂબ વિરકત હોય છે અને મુકિતને સાધવાના ધ્યેયવાળો હોય છે, એટલે તેવા આત્મા દ્વારા કદાચિત્ અને તે પણ કિંચિત્માત્ર સુવિશુકશાસ્ત્રને અનુસરતી ક્રિયા થઇ જાય એ શકય છે, પણ સામાન્ય રીતિએ તો તે આત્માની યમ-નિયમાદિની પ્રવૃત્તિ લોકદ્રષ્ટિને જ અનુસરનારી હોય છે. આ કારણે જ, સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનમાં કાય માત્રની ક્રિયાનું પ્રધાનપણું માનવામાં આવ્યું છે. જેમ કે શાસ્ત્રપ્રસિદ્ધ પૂરણ આદિ તાપસોની યમ-નિયમની આચરણા. એ પૂરણ આદિ તાપસો પહેલા ગુણસ્થાનકે જ વર્તનારા હતા અને તેમ છતાં પણ તેઓ સંસારથી વૈરાગ્યવાળા તથા મોક્ષની આકાંક્ષાવાળા હતા. સંસારના વૈરાગ્યથી અને મોક્ષની આકાંક્ષાથી તેઓ યમ-નિયમોને ઉગ્રપણે આચરતા હતા, પણ તે યમ-નિયમોનું આચરણ લોકદ્રષ્ટિથી વ્યવસ્થિત હતું, સુવિશુદ્ધ