________________
૨૯૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અને આમાં આ અહિતકર ! પણ આનાઓ કહે છે કે-એ શે બને ? આજે ઉપદેશથી જે અસર પ્રસરવી જોઇએ તે કેમ પ્રસરતી નથી ? ઘેર જઇને કહેવાનાં પચ્ચખાણ. આખું ઘર સાંભળવા આવી શકે એવો બંદોબસ્ત છે ? બંદોબસ્ત એવો કે-પ્રાય: બાઇઓ આવી ન શકે ! ઘરનાં બધા લાભ લઇ શકે નહિ ! શ્રાવકનું કુળ પામે તો શ્રી જિનવાણીના નિરંતર શ્રવણથી વંચિત રહે ? પેઢીવાળા મોડા જાય અને નોકરીયાત થોડો સંયમ કેળવે, તો પ્રાયઃ ઘરનાં બધાંને લાભ અપાવી શકે. આજે આ વિચારો નથી. આવવા દે નહિ અને ઘેર જઇને કહે નહિ. કેટલાંક કુળોને તેના પૂર્વજોએ બગાડ્યાં છે અને આજનાઓ અને પુષ્ટ કરે છે, પણ કુળને સુકુળ બનાવવાની જેવી જોઇએ તેવી ઇચ્છા નથી.તમે કર્મને માનો છો કે નહિ ? આપણે પણ એક દિ મરવું પડશે, એની ખબર છે ને ? મરીને કોઇક જગ્યાએ જવું પણ પડશે, એ માનો છો ને ? અહીં જે પાપ કરો છો તે પાપોનો બદલો ભોગવવો પડશે, એમ લાગે છે ?
સ. એ બધું માનીએ છીએ.
અને છતાં નિશ્ચિત છો ? પરલોક કદિ યાદ આવે છે ? ચોવીસ કલાકમાં પરલોક કયારે યાદ આવે છે ? આજે કેટલાકોની એ દશા છે કેએ બીચારાઓને આત્મા, પરલોક, પુણ્ય, પાપ વિગેરે યાદ આવતું નથી. વસ્તુત: નાસ્તિક એ ગાળ નથી અને આસ્તિક એ અલંકાર નથી. નાસ્તિકતા અને આસ્તિકતા, એ શબ્દોથી આત્માનું સ્વરૂપ બતાવાય છે. આસ્તિકતા એ આત્માનું સ્વાભાવિક સ્વરૂપ છે અને નાસ્તિકતા એ સ્વભાવિક સ્વરૂપ છે. એ રીતિએ સ્થિતિ કહેવાય એમાં ગુસ્સો કેમ ? યોગ્ય આત્મા તો ગુસ્સે થવાને બદલે ચોંકે અને માર્ગ પણ આવી જાય. મૂળ વિના રોપા જોડેલા છે માટે કરમાય છે :
આવી સ્થિતિ જેટલે અંશે આવી હોય, તેમાં પરિવર્તન થવું જોઇએ ને ? પરિવર્તન લાવવાને માટે, ખોટાને કાઢી સારાને લાવવાને માટે, ભૂલાએલા સુન્દર આચાર-વિચારો પુનઃ તાજા કરવાને માટે આ કહેવાય