________________
૨૯૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આવે છે. જૈન જેવા ઉત્તમ કુળને પામવા સાથે તમને જે ગુણો વારસામાં સ્વાભાવિક રીતિએ મળવા જોઇતા હતા, તે મળ્યા હોય એવું ઓછું છે ને ? અને તમારા તરફથી તમારા સંતાનોને મળે તેવું શું છે ? મોડા ઉઠવું, દોડ્યા દોડ્યા પૂજા કરવા જવું, ટાઇમ ન હોય તો એમ ને એમ બજારમાં જવું, ત્યાં આડુંઅવળું કરવું, ઘેર આવીને તપ્યું તડું બોલવું, બચ્યું એ સાંભળે અને જૂએ, એટલે એના ઉપર છાયા તો એ જ પડે ને ? કાંઇક ગુમાવ્યું હોય ત્યારે રોષમાં ફર્યા કરો, ઉદાસીન બની બેસો, બોલો તો આવેશમાં બોલો અને કાંઇક આવી ગયું તો નાચો, એ જ સંસ્કાર બચ્ચાને મળે કે બીજા ? પ્રાત:કાળમાં વ્હેલા ઉઠીને આવશ્યક ક્રિયા ઘરમાં થતી હોય, તો બચ્ચાંના કાને પણ અનેક ઉત્તમ શબ્દો સાથે સતા-સતીનાં પવિત્ર નામોના ધ્વનિ પડે : પણ આજે ઘરમાં શું રહ્યું છે ? ઘરમાં કયી વસ્તુ એવી છે, કે જે ધર્મની રૂચિ પ્રગટાવે ? દોષ ન જેવો ને પચાવવો એમાંય મુંઝવણ :
આજે શાસ્ત્રમાં કહેલી વાતો સીધેસીધી સમજવા-સમજાવવાની મુશ્કેલી છે. બીજ નાખવાની યોગ્યતા ન આવે ત્યાં સુધી શાસની વાતો સીધેસીધી ગળે ઉતરે કયાંથી ? બીડના પ્રદેશમાં બીજ નાખવાથી શું થાય ? જો વખતસર સંભાળાય નહિ તો સડે, ગંધાય અને મરકી ફેલાવે. આ ઉપદેશ પણ યોગ્ય આત્માઓને જ રૂચે ઘણા એવા કે-શાસની વાતો સાંભળે ને બળે. રૂચે તો નહિ પણ રોષ ચઢે.
આજે ધર્મને પામવાની યોગ્યતા કેળવવાની વાતમાં પણ કેટલી મુશ્કેલી લાગે છે ? પારકો દોષ જોવાની બુદ્ધિ નહિ રાખવી અને જોવાઇ જાય તો સ્વપર હિતના કારણ વિના હૈયામાંથી બહાર નહિ કાઢવો, એમાંય કેટલાકને મુંઝવણ થાય છે. કેટલાક કહે છે કે-નવરા હોઈએ તો શું કરીએ ? નવરા પડ્યા એટલે કાંક બોલવા જોઇએ ! પછી તો સાચું નહિ તો ખોટું; હિતનું નહિ તો અતિનું પણ બોલવા જોઇએ ! બહુ બોલનારા ઘણી વાર કસાઇથી પણ ભૂંડા નિવડે છે. શાસ્ત્ર અપરિમિત બોલનારાને