________________
૩૪૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
રીતે આત્માને વળગે છે તથા વળગ્યા પછી શું શું સ્થિતિઓ થાય છે, તેનું વૈજ્ઞાનિક વર્ણન શ્રી જૈનશાસન સિવાય બીજે કયાં છે ? મુકિત છે એમ બધા કહે છે, પણ તે કયાં છે, કેવી છે, કેટલો કાળ રહેવાવાળી છે અને તેને કોણ કોણ પ્રાપ્ય કરી શકે છે, તેનું બુદ્ધિમાં ઉતરે તેવું વિવેચન અન્યત્ર કયાં છે ? જીવ, કર્મ, મુકિત આદિ પદાર્થોનું કોઇ પણ જાતિનો સંદેહ ન રહી જાય તેવું વર્ણન જે શાસ્ત્રોમાં મળી આવે છે, તે શાસ્ત્રોને શ્રી સર્વજ્ઞપ્રરૂપિત માનતાં જેઓને આંચકો આવે છે, તેઓ મધ્યસ્થ બુદ્ધિ ધરાવનારા છે એમ માનવું અને મનાવવું એ લાજ્મ નથી. પોતાને ગુણરાગી, મધ્યસ્થ અને પરીક્ષક કહેવડાવનાર આત્મા સર્વજ્ઞની પ્રતીતિ કરાવનાર આટલાં બધાં પ્રમાણો વિદ્યમાન છતાં, શ્રી નિમતના પ્રણેતાઓને સર્વજ્ઞ ન માની શકે, તેમનો કહેલો મત એજ એક સાચો છે એમ ન સ્વીકારી શકે, તો માનવું જ રહ્યું કે-નથી તો તે ગુણરાગી, નથી મધ્યસ્થ કે નથી પરીક્ષક. પરીક્ષક આત્મા ગુણની પરીક્ષા જરૂર કરે, પણ એ પરીક્ષામાં ગુણવાન તરીકે સિદ્ધ થયેલ વસ્તુને તે સ્વરૂપે સ્વીકારવાની ના પાડે તો તે મધ્યસ્થ તરીકે ટકી શકતો નથી : એટલું જ નહિ કિન્તુ ગુણનો જ દ્વેષી છે, એમ આપોઆપ સિદ્ધ થઇ જાય છે.
શ્રી જિનેશ્વરદેવની સર્વજ્ઞ તરીકેની પ્રતીતિ માટે જેમ અનેક સાધનો તેમનાં કથન કરેલાં શાસ્ત્રોમાંથી ઉપલબ્ધ થાય છે, તેમ રાગ-દ્વેષાદિ સંપૂર્ણ દોષોથી રહિતતાની પ્રતીતિ માટે પણ તે જ શાસ્ત્રોમાંથી જોઇએ તેટલાં પ્રમાણો મળે તેમ છે. શ્રી જિનેશ્વરદેવોનાં જીવનચરિત્રો જ તે માટે બસ છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિ માટે તથા સર્વે કર્મોનો વિનાશ કરવા માટે જે જાતિનું જીવન જીવવું જોઇએ, તે જાતિનું અખંડિત જીવન શ્રી જિનેશ્વરદેવો
જીવે છે અને કેવળજ્ઞાન તથા મુકિત ઉપાર્જન કરે છે. તેમાં અસત્ કલ્પનાઓ કે અસંભવિત ઘટનાઓને લેશ માત્ર સ્થાન નથી. અસત્ કલ્પનાઓ અને અસંભવિત ઘટનાઓથી ભરેલા ઇતર દેવોના ચરિત્રો ઉપર વિશ્વાસ ધારણ કરીને આસ્તિકતાનું અભિમાન રાખનારા આત્માઓ પણ જ્યારે શ્રી