________________
૩૬૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આલંબનથી તે આત્માની પ્રતિદિન શુદ્ધિ થતી જાય છે. અનાદિનો મોહ તેને સતાવે છે, તો પણ પાછો તે સાવધ બની જાય છે. મમતા રૂપી પિશારિણી ધીમે ધીમે તેના હૈયા ઉપરથી અદ્રશ્ય થાય છે. સમતા રૂપી સ્ત્રી તેના હૃદયમાં સ્થાન લે છે. મમતાની સાથે શત્રતા અને સમતાની સાથે તે મિત્રતા સાધે છે. મમત્વનો નાશ થતાંની સાથે જ આત્મામાં સમતા પ્રગટ થાય છે. એ સમતા એ જ સકલ સુખનું મૂળ છે. સ્વર્ગનું સુખ દૂર છે અને મુકિતનું સુખ તો તેથી પણ દૂર છે : પણ સમતાના આવવાથી જે સુખનો અનુભવ થાય છે તે તો હૃદયને પ્રત્યક્ષ છે. એમાં કોઇની સાક્ષીની આવશ્યકતા નથી. સમતા રૂપી અમૃતરસનો આસ્વાદ કર્યા પછી શૃંગારાદિ રસનો આસ્વાદ, એ આત્માને વિષસમાન ભાસે છે. વિષયરસનો વિપાક પરિણામે કટુ છે. સમતારસનો આસ્વાદ પરિણામે મધુર છે. વર્તમાન અને ભાવિના અનન્ત સુખોનો ઉત્પાદ કરનાર સમતારસની મધુરતાને ચાખ્યા પછી બીજા રસોને ચાખવાનો રસ આત્માને રહેતો નથી. એ સમતા યોગિઓને પ્રાણથી પણ પ્રિય છે અથવા યોગિઓના પ્રાણ જ સમતા છે. સમતા રૂપી પ્રાણ. હણાયા પછી યોગી યોગી રહેતો નથી. એ કારણે યોગીપુરૂષો પોતાનો સઘળો પ્રયત્ન એ સમતા રૂપી પ્રાણની રક્ષા કરવા માટે જ કરે છે. એનું જ નામ ઉત્કૃષ્ટ વૈરાગ્ય છે. એ વૈરાગ્યની પ્રાપ્તિ સિવાય સુખના ફાંફાં એ વ્યર્થ છે. સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એ જ અનુપમ સુખ છે. એની અવગણના કરીને સુખી થવાની આશા સેવનારા, બાવળીયા સાથે બાથ ભીડીને સુખી થવાને ઇચ્છનારા છે. પાણીમાંથી માખણ કે રેણુમાંથી તેલ કાઢવું જેટલું દુષ્કર છે, તેથી કેઇગુણું દુષ્કર વિના વૈરાગ્યે સુખ પ્રાપ્ત કરવું તે છે.
વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી વીતરાગદેવના અવલંબન સિવાય શકથ નથી. શ્રી વીતરાગદેવ સિવાય અન્ય દેવોના કે તેમણે કહેલા શાસ્ત્રોના અવલંબનોથી પ્રાપ્ત થતો વૈરાગ્ય એ અધુરો છે અથવા વૈરાગ્ય જ નથી, કિન્તુ વૈરાગ્યાભાસ છે. એવા વિરાગની પ્રાપ્તિ તો આ જીવે અનન્તી વાર કરી, પણ સંસારપરિભ્રમણ એક કદમ પણ ઘટ્યું નહિ. શ્રી વીતરાગદેવનો