________________
૩૮૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
પ્રાર્થના એમાં ઉપયોગી થઇ શકે છે. પછી એનો ઉલ્લેખ ના હોય એમ બને જ શી રીતે ? આત્માનો અવાજ :
પરમહંસ યોગાનંદ કહેતા : પ્રાર્થના વિશ્વનું મહત્તમ બળ છે. જગતના તમામ ધર્મોએ આ બળને પુરસ્કાર્યું છે. આજના માનવા માટે પણ એ મોટામાં મોટું બળ બની શકે છે.
વિખ્યાત કવિ ટેનીસન કહેતા : આ જગત કલ્પી શકે છે એના કરતાં ઘણી ઘણી વધારે વસ્તુઓ પ્રાર્થના દ્વારા શકય બને છે.
આનંદમયી માના મતે પ્રાર્થના જીવનનું પરમોદ્વારક બળ છે. એનો ઉપયોગ કરવામાં માણસનું કલ્યાણ છે.
આટલા બધા માણસો ખોય ન હોઇ શકે. અહીં તો આપણે ગણતરીનાં જ નામનો ઉલ્લેખ કરીએ છીએ. પણ આ સૂચિમાં હજારો નહીં, લાખો નામ ઉમેરી શકાય તેમ છે.
જીવનલક્ષી સર્જનો દ્વારા અસંખ્ય લોકોનું જીવન પરિવર્તન કરનાર ડાં ડેલ કાર્નેગી પ્રાર્થનાના જબરા આગ્રહી હતી. એક સહાયક એમને પૂછે : અમારા માટે પ્રાર્થના કરવાનું શા માટે ફરજિયાત છે ?
એટલા માટે કે તમને પ્રાર્થનાની શકિતનો ખ્યાલ આવે. પ્રાર્થના સફળ થાય ખરી ?
કેમ ના થાય ? સાચા હૃદયની પ્રાર્થના સફળ થાય જ થાય. અનેક જણનો ને મારો એવો અનુભવ છે કે પ્રભુ આત્માનો અવાજ સાંભળે છે જ. તમારે એ અનુભવ મેળવવો હોય તો એ પ્રાર્થનાથી જ થઇ શકશે.
આ તો સીધી વાત છે. પ્રાર્થનાનું બળ સાચું છે કે નહીં એ માપવા માટે પણ એનો પ્રયોગ કરવો પડશે. ખાલી વાંચીને બેસી રહ્યો નહીં પાલવે. પ્રભુ પધાર્યા :
કુરુક્ષેત્રનું મેદાન, અનેક પ્રશ્નોથી પીડાતો અર્જુન સંધર્ષના સાગરમાં ગોથાં ખાઇ રહૃાો છે ભગવાનની સામે એ પાર વગરના પ્રશ્નો મૂકે છે