________________
૩૯૧
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
આ હતું અનન્ય નિષ્ઠાનું પરિણામ.
અરવિંદશ્રમવાળી શ્રી માતાજી પ્રાર્થનાનાં પરમ આગ્રહી હતાં. પ્રાર્થના અને ધ્યાન વિશેનું તેમનું ફ્રેન્ચ પુસ્તક આ ક્ષેત્રમાં એક અનન્ય પ્રદાન ગણાય છે.
સરલ નામનો એક સાધક કહે : મારે આત્મસાક્ષાત્કાર કરવો છે ને સખત શરદી થઈ છે. મારે શું કરવું ?
તારા આ બેય પ્રશ્નોના જવાબ તને પ્રાર્થનામાંથી જ મળી જશે. અનન્યભાવથી પ્રાર્થનામાં લાગી જા. શરદી ને અજ્ઞાન બેય ટળી જશે. માતાજીએ હસીને જવાબ આપ્યો.
એમની વાત સો ટકા સાચી. દિવ્યતમ બળ ધરાવનારી ને ઉપયોગમાં સરળ પ્રાર્થના પ્રત્યેક સમસ્યા ઉકેલી શકે છે. આપણે તેની કળા જ જાણવાની છે. સુંદર સમન્વય :
એવરેસ્ટવિજેતા સર લેબ હન્ટને તેમની આ મહાન સિદ્ધિ બદલ સન્માનવાનો એક સમારંભ યોજવામાં આવેલો.
તમે તો મહાન સિદ્ધિ મેળવી આવ્યા. વિદેશી મહેમાને કહ્યું. પ્રભુની કૃપા. હરે વિનમ્રતાથી જવાબ આપ્યો. પ્રભુની કૃપા ?
હું સમજી શકું છું કે મારા મોંએ આ શબ્દો સાંભળતાં તમને આશ્ચર્ય થાય છે. પણ આ એક હકીકત છે કે પ્રભુની કૃપા વગર અમે સફળ થઇ જ ના શકયા હોત.
આપની આસ્થા જોઇને મને આશ્ચર્ય થાય છે.
હું કોઇ જબરા આધ્યાત્મિક જ્ઞાનવાળો કે પરમ આસ્તિક હોવાનો દાવો કરવા માંગતો નથી. પણ અમારા આ મહાન ગણાયેલા કાર્યમાં પ્રાર્થના ખૂબ જ ઉપયોગી થઇ હતી એ સ્પષ્ટ કહેવું જોઇએ.
આ તો એક સમાચાર કહેવાય. એ જે ગણો તે. અમે જબરું આયોજન કરેલું એ કબૂલ. તો અમે