________________
૧૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
ત્યારે તેઓ ધીરજ ગુમાવીને આ ક્રિયા છોડી દે છે અને આધ્યાત્મિક રાહ પણ છોડી દે છે.
ફકત કુતૂહલ જ તમને કોઇ આધ્યાત્મિક પ્રગતિ સાધવામાં મદદરૂપ નહીં બને. માત્ર કુતૂહલના શોખીનો ઉત્પાત મચાવનારાઓ કરતાં વધુ ધૃણાસ્પદ છે.
તમારા અંદરના વિચારોનું પૃથક્કરણ કરો અને નક્કી કરો કે તમારામાં સાચી આધ્યાત્મિક ભૂખ છે કે ફકત કુતૂહલની જ ભૂખ છે. સતત સત્સંગ, સારા ધાર્મિક પુસ્તકોનું વાચન, પ્રાર્થના, જન્મ અને ધ્યાન દ્વારા તમારી કુતૂહલવૃત્તિનું શમન કરીસાચી મુક્તિ તરફ આગળ વધો.
તમારી સાધનામાં તમને પૂર્ણ રસ હોવો જોઇએ. તમારે સાધનાના ફાયદા અને તેની નીતિરીતિ જાણવી જોઇએ. તમને અનુકૂળ આવે એવી સાધના પસંદ કરવી જોઇએ. સાધનાને પૂર્ણ કરવાની તમારી શક્તિ હોવી જોઇએ અને તો જ તમે સાધનાને પરિપૂર્ણ કરવામાં સફળ થશો.
ફક્ત સારો ઉદ્દેશ રાખવો એ જ પર્યાપ્ત નથી. તેને સારાં કાર્ય દ્વારા પુષ્ટ કરવો જોઇએ. જ્યાં સુધી તમે શક્તિસંપન્ન અને ખંતીલા ન હો, જ્યાં સુધી ઇર્ષ્યા, ક્રોધ, અહંકાર, સ્વાર્થ અને લોભથી તમારી જાતનું રક્ષણ ન કરી શકો, ત્યાં સુધી તમે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની ઇચ્છાના આધ્યાત્મિક પથ ઉપર ચાલવા યત્ન કરો છતાં પણ પૂર્ણ સફળ ન બની શકો. માત્ર સારા ઉદેશોથી જ સફળતા પ્રાપ્ત થતી નથી.
દ્રઢ આત્મસંયમ એ અત્યંત આવશ્યક છે. આત્મસંયમ એટલે દબાણ નહીં પરંતુ શરીરની અંદરની પાશવી વૃત્તિઓનું વશીકરણ. પશુઓનું માનવીકરણ અને માનવીઓનું ધ્રુવીકરણ એટલે જ આત્મસંયમ.
તમે બીજ વાવો તે પહેલાં જ્મીનને ખેડવી જોઇએ. નહીં તો બીજ ઊગતા પહેલાં નાશ પામશે. કુરદરતનો એક અફર નિયમ છે કે લય વિના સર્જન થતું નથી. તમારામાં દિવ્ય સ્વભાવની સ્થાપના કરો તે પહેલાં તમારે તમારો પાશવી સ્વભાવ બદલવો પડે છે.