________________
૪૧૬
ચોદ ગુણસ્થાનક ભાગ-૧
આવતો. તેનું મન દુન્વયી વસ્તુની નકલ કરવા યત્ન કરશે, અને તેથી અવશ્ય તેની પડતી થવા સંભવ છે.
જો સાધક જમીનદાર અને રાજા જેવા પૈસાદાર માણસોની સાથે હરેફરે તો તેનું મન આ લોકાની ખર્ચાળ ટેવોનું અનુકરણ કરવા માંડશે અને થોડા સમયમાં ખબર ન પડે તેમ તે પડતી તરફ ધકેલાઇ જશે. આ કુટેવો તેનામાં એવી પેસી જાય છે કે તેને દૂર કરવી અતિ મુશ્કેલ બને છે.
જો અતિ અગત્યનું કામ હોય તો જ સાધક તેને ઘેર ખૂબ જ ઓછો સમય રહી શકે. યોગના નિયમો તેને વધુ સમય રહેવા માટે પરવાનગી આપતા નથી. પછી ભલે ને તેનું ઘર ગમે તેવું સારું હોય અને સાધક ગમે તેટલા વૈરાગ્યવાળો હોય ! સંસારની અસર ખૂબ જ પ્રબળ હોય છે. નિવિકલ્પ અવસ્થા દ્વારા માનવીના બધા જ સંસ્કાર સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી લાંબા સમય માટે ઘેર રહેવું હિતાવહ નથી કારણ કે ત્યાં સુધી તેણે ભયજનક વિસ્તાર ઓળંગ્યો નથી. આધ્યાત્મિક પથ :
શરૂઆતમાં આધ્યાત્મિક પથ ખૂબ જ કઠિન, કાંટાળો, ખડકાળ અને લપસણો લાગશે. દુન્વયી વસ્તુનો ત્યાગ દુઃખ ઉત્પન્ન કરે તે સ્વાભાવિક છે. પરંતુ જો તમે આ રસ્તે આગળ વધવા મજબૂત મનથી નિશ્ચય કરો તો આ રસ્તે આગળ વધવું બહુ જ સહેલું છે. તમને તેમાં આનંદ આવશે. તમારું હૃદય વિશાળ બનશે ને જીવનનું નવું દર્શન પ્રાપ્ત થશે. તમારી દ્રષ્ટિ નૂતન અને વિશાળ બનશે. તમારા હૃદયમાં રહેલા અંતરાત્માના અદ્રશ્ય હાથનો તમને સહારો મળશે. તમારા અંતરાત્માના અવાજથી જ તમારા સર્વ સંશયોનો નાશ થઇ જશે અને તમે ઇશ્વરનો કર્ણમંજુલ સ્વર સાંભળી શકશો. દિવ્યામૃતની અવર્ણનીય લાગણી તમે અનુભવશો. તમને ગહન અને પરમ આનંદ મળશે તથા પૂર્ણશાંતિ પ્રાપ્ત થશે. આ પરમાનંદ અનશ્વર, અકથ્ય અને શાશ્વત હોય છે. તે તમને નવું જોર આપશે, તેથી આ યોગને માર્ગ તમારાં પગલાં વધારે સુસ્થિર બનતાં જશે. જીવન્મુકતો, યોગીઓ,