________________
૪૨૪
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
-
5
,
,
જે જાણતા હોઇએ તે બોલવું. બરાબર જાણીને સમજીને બોલવું. અન્યથા કદી કોઇ સંજોગોમાં ન જ બોલવું. કેટલાક કહે છે કે, કોઇનો પ્રાણ, બચાવવા, આજીવિકાના નાશના પ્રસંગે, વિવાહ પ્રસંગે, ઉપહાસમાં, ને સ્ત્રીના પ્રસંગમાં અસત્ય બોલવામાં વાંધો નથી. આ વાત વહેવારકુશળતાની નીતિ માટે છે, ધર્મ માટે નથી જ, સત્યના વતવાળા માટે નથી જ. સત્યના વતવાળો કોઈ પણ સંજોગોમાં ગમે તેના ભોગે અસત્ય ન જ બોલે. આખા બ્રહ્માંડના નાશ કરતાં સત્યનો નાશ વિશેષ કિમતી છે. સત્યનું તપોબળ, સત્યનું તેજ અપરિમિત છે. તેના તેજથી અનેક વિબોનો નાશ થાય છે. સત્યવાદીનું રક્ષણ સત્ય જ કરે છે. માટે આ નિયમવાળાએ સત્ય ન જ તજવું. (૨) પ્રિય બોલવું -
આ એક સુંદર વશીકરણ છે. પ્રિયવાદી સૌને પ્રિય લાગે છે. પ્રિય બોલવું એટલે ખોટી ખુશામત કરવી, એમ નહીં. પ્રિયવાદીથી અસત્ય ન જ બોલાય. પ્રિયવાદી જે બોલે તે કોમળ મીઠી વાણીમાં બોલે. સામાને આઘાત ન પહોંચે તેવી વાણી બોલે. પ્રથમના ઇતિહાસોમાં કોઇક રાજાને પ્રિયવાદી કહેલા છે. કોઇ સત્યવાદી હતા, કોઇ મિથ્યાવાદી હતા, આ એકેક નિયમના બળે તેમનામાં અનેક સામર્થ્ય હતાં. ઠગ પ્રિય વાણીથી ઠગે છે. વેપારી મીઠું બોલી છેતરે છે. પ્રિય વચનમાં એટલું બધું સામર્થ્ય છે કે તેથી સામો પોતાનું હિત-અહિત શામાં છે તે માપી શકતો નથી, ત્યારે સૌનું હિત ઇચ્છતો સત્યયુકત પ્રિય બોલતો હોય, તેનો કેટલો પ્રતાપ હોય ? અપ્રિય કોઇને ગમતું નથી. તિરસ્કાર, કષ્ણ વચન, ગાળ વગેરે પશુને પણ ગમતાં નથી, પશુ પણ પ્રિય વાણીથી આનંદમાં આવે છે. તો પ્રિય બોલવાનો નિયમ રાખવાથી અનેક શુભ થાય છે. (૩) હિત બોલવું -
સામાનું અહિત થાય, તેવું ન જ બોલવું. તો સત્ય, પ્રિય ને હિતકર ને તે ન બને તો મૌન રહેવું. સાચાનું જુઠું થાય તેવું ન ઇચ્છાય, ન વદાય.