________________
૪૨૮
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ આ નિયમ સામાન્ય છે. પણ ચિત્તની અસંખ્ય વૃત્તિઓ છે તેને દબાવવા આ નિયમ પણ ઉપયોગી છે. આથી રસઇંદ્રિય ને ક્રોધ બંને જીતવામાં બળ આવે છે. શાંતિ રહે છે. ઉપાધિ વિના જમાય છે. પ્રારબ્ધવશાત્ શરીરને દુઃખરૂપ ન હોય તે ભોજન જમી લેવું. આથી સંતોષ અને શાંતિ બંને આવતાં જાય છે. (૧૦) મૌન રાખવું -
દિવસમાં પોતાને અનુકૂળ હોય તેટલો સમય વાણીનું મૌન રાખવું. આ સમયમાં કાગળ પર કે સ્લેટ પર પણ બનતા સુધી ન લખવું. હરફર ન કરવી. એક ઠેકાણે બેસવું. ઇશારા ન કરવા. ચિત્તની ચંચળતા મટાડવા. મનને શાંત કરવા, મનને આત્મામાં વાળવા મૌન એ સુંદર ઉપાય છે. મૌનમાં બહુ બળ છે. વાણીનું મૌન એ આરંભની ક્રિયા છે. એ મૌન સિદ્ધ થતાં અથવા સિદ્ધ કરવાના અભ્યાસકાળમાં મનને મૌન કરવા અભ્યાસ કરવો. સાચું મૌન મનનું મૌન છે. મન નિવિચાર રહે. સંકલ્પવિકલ્પ રતિ રહે, ઇચ્છા રહિત રહે એ મૌન બહુ સુખપ્રદ છે.
સમાપ્ત