________________
૪૨૬
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
જે વ્યકિત હાર નથી તેની વાત, તેના દોષની કથા ન કરવી પરનિંદા કરનારના હૈયામાં પારકાનું ભૂંડું થાય તેવી સૂક્ષ્મ વાસના હોય છે. પરનું ભૂંડું થયે રાજી થવાની વાસના સિવાય પરનિદા ઘણું ખરું થતી નથી. પરનિદાથી પરને સુધારવાની ઇચ્છા પાર પડતી જ નથી. જીભને રસ ઉતારવા, વખતનો દુરુપયોગ કરવા પારકુ ભુંડું થયે રાજી થતો જીવ પરનિદા કરે છે. માટે પરનિદો સર્વથા ત્યાજ્ય છે. પરનિદામાં અસત્ય ભળે છે. વૈષ તો મૂળથી જ હોય છે. (૬) ક્રોધ ન ક્રવો -
આ શુભ માર્ગે લઇ જનાર અમોધ દવા છે. જેના હૈયામાં લેશમાત્ર વિકાર નથી તે સાધુ છે. ક્રોધ એ નબળાઇ છે. ક્રોધ ભયવાળાને થાય છે. ક્રોધ પામરને થાય છે. ક્રોધ આળસુને થાય છે. કોઇ પારકા ઉપર આશા બાંધેલાને થાય છે. ક્રોધમાં જૂઠ, વેષ, હિસા, અપ્રિયતા સૌ ભરેલાં હોય છે. ક્રોધ ગયા સિવાય, અંતરમાં અખંડ શાંતિ આવ્યા સિવાય કદી મુકિત થવાની નથી. કોઈ ક્રોધીના જ શરીરને બાળે છે, તેની જ શકિત હમે છે, તેની જ મતિને ભમિત કરી સારાસારવિચારહીન કરે છે. ક્રોધ ન કરવાનું કરાવે છે. ન બોલવાનું બોલાવે છે. ક્રોધની પહેલી ખોટી અસર ક્રોધી પર થાય છે. પછી સામા પર થાય છે. કોઈ મૂળ મોહ, અન્યાય, સાહસ, વગર વિચારે કરેલું કાર્ય ને સંજોગને લીધે થતો હોય છે. જેણે ક્રોધ જીત્યો તેણે મન જીત્યું. જેણે મન જીત્યું. તેણે મુકિત પ્રાપ્ત કરી. જ્ઞાનનો, ડહાપણનો, બુદ્ધિનો, કીતિની, પ્રતિષ્ઠાનો સર્વ બળનો, તપનો-એ સર્વનો નાશ કરનાર પોતાનો જ ક્રોધ છે. અનેક વર્ષનું તપ, અનેક જપનું બળ, અનેક પુણ્યનો સંચય એક વખતના ક્રોધથી નાશ પામે છે. અપૂર્વ શાંતિ જ ક્રોધ જીતે છે. જે મોડામાં મોડો અકળાય છે તે જ સૌથી મોટો છે. જેના પ્રસંગમાં આવવાનું થાય, તેના પ્રસંગમાં આવતાં પહેલાં તે મનુષ્યને જાણવો કે કેવી પ્રકૃતિનો છે. ગુણીને રજોગુણીના પ્રસંગમાં આવતાં અકળામણ થાય છે. જે બળવાન શત્રુ સામે રાજા લડવાની વધારે તૈયારી કરે છે તેમ તમોગુણી ને રજોગુણી