________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૪૨૭ મનુષ્ય સામે ખૂબ શાંતિ રાખવી. શાંતિ એ અજબ બળ છે. શાંતિ એ માન ગુણ છે. આખું બ્રહ્માંડ નાશ પામે પણ શાંતિ બાકી હોય તો શાંતિ સઘનું ઉત્પન્ન કરે છે. શાંતિ એટલે મનનું અખૂટ બળ, શાંતિ જે ઊંચામાં ઊંચી છે તે કયાં સુધી રાખવી ? તેનો ઉત્તર એ છે કે સર્વસ્વ નાશ પામે તોય તેની એક કણી પણ ખરવી ન જ જોઇએ. આવી શાંતિ સહેજે નથી આવતી. આવી શાંતિ બહુ અભ્યાસનું મૂળ છે. આવી શાંતિથી વિષ્ણુ પૂજાય છે. જેમ જેનામાં શાંતિ વિશેષ તેટલું તેને સુખ વિશેષ. ચિત્તની અખંડ શાંતિ એ જ બળ છે, એ જ વૈભવ છે, એ જ દેવત્વ છે, એ જ સુખ છે, એ જ આનંદ છે, એ જ મુકિત છે. નિર્વિકાર ચિત્ત એ જ સુકતાવસ્થા. (૭) દેવું ન ક્રવું -
આ નિયમથી દુઃખ બહુ ઓછું થાય છે, તેજ ને પ્રતાપ વધે છે, પરની ઓશિયાળ રહેતી નથી, ખોટી ખુશામત કરવી પડતી નથી, ચિંતા વિના રહેવાય છે, નિરાંતે ઊંઘાય છે ને મરણ આવે ત્યારે નિરાંતે મરાય છે. કોઇ પણ સંજોગોમાં એક પૈસાનું પણ દેવું ન કરવું. જેમ કોઇનું ધન લેવું તે દેવું છે તેમ કોઇની વસ્તુ લેવી તે પણ દેવું છે. દેવું ન જ કરવું તે વધારે સારું છે. તે ધનને કે ધન બદલની ચીને લાગુ પાડવું. ઘરમાં સાપ આવ્યો હોય તેને પકડવા પાડોશીનો સાણસો લેવો તે દેવું આ નિયમ પાળનારે ન ગણવું. લાઇબ્રેરીમાંથી ચોપડી વાંચવા લાવવી તે આ નિયમને બાધકારક ન ગણવી. જેનું મૂલ્ય અપાય છે તે પાસે ન હોવાથી ન આપવું ને આપવાનો વાયદો કરવો તેનું નામ દેવું. (૮) પરસ્ત્રી તરફ દ્રષ્ટિ ન કરવી ને ચાલતાં જમીન પર દ્રષ્ટિ રાખીને ચાલવું. આ નિયમથી અનેક વિકાર ને ઇચ્છાથી બચી જવાય છે. કાંયથી, ખાડાથી, ઝેરી પ્રાણીથી બચાય છે. કોઇ જીવની હિંસા થતી બચે છે. મન સ્થિર થાય છે, શાંત થાય છે. (૯) જમતાં જમતાં બોલવું નહીં ને અન્યની નિંદા ન ક્રવીઃ